Chaye Wala News

Fastest short news update

કેલેન્ડર વર્ષના શ્રેષ્ઠ લિસ્ટિંગમાં કંપનીના શેરે ટોચના ભાવે ૧૦૮ ટકા રિટર્ન દર્શાવ્યું

મિસિસ બેક્ટર્સ ફૂડનો આઈપીઓ નાના રોકાણકારો માટે મોટો જેકપોટ બન્યો હતો. ગુરુવારે લિસ્ટિંગના દિવસે કંપનીની રૂ. ૨૮૮ની ઓફર ભાવ સામે રૂ. ૬૦૦ની ટોચ પર બમ્પર પ્રીમિયમ દર્શાવનાર કંપનીના શેરમાં રિટેલ ઇન્વેસ્ટર્સે લગભગ રૂ. ૨૦૦ કરોડ કમાયા હતાં. જેણે કંપનીને ચાલુ વર્ષના ટોચના ચાર આઈપીઓમાં સ્થાન અપાવ્યું હતું.

અગાઉ હેપ્પીએસ્ટ માઇન્ડ ટેક્નોલોજિસ, રૂટ મોબાઈલ અને બર્ગર કિંગના આઈપીઓમાં રોકાણકારોને આવો જ લિસ્ટિંગ લાભ થયો હતો. સપ્ટેમ્બર આખરમાં હેપ્પીએસ્ટ માઇન્ડ પછી તરત રૂટ મોબાઇલની જેમ આ વખતે બર્ગર કિંગ પછી તરત મિસિસ બેક્ટર્સ ફૂડે રોકાણકારોને ઊંચા વળતરથી નવાજ્યાં હતાં.

ડિસેમ્બરના ત્રીજા સપ્તાહમાં પ્રવેશેલા મિસિસ બેક્ટર્સ ફૂડના આઈપીઓમાં રિટેલ રોકાણકારોને કુલ ઓફ્રના ૩૫ ટકા શેર્સ ફાળવવામાં આવ્યાં હતાં. એટલે કે ૬૫,૫૨,૯૮૬ શેર્સની કુલ ફાળવણી થઈ હતી. રિટેલ હિસ્સાનું ભરણું ૨૯ ગણું છલકાયું હતું. આમ ૨૯ અરજીમાંથી એક અરજી પર શેર ૫૦ શેર્સની ફાળવણી થઈ હતી. જે માટે રોકાણકારે રૂ. ૧૪,૪૪૦નું ચુકવણું કર્યું હતું. મિસિસ બેક્ટર્સ ફૂડનો આઈપીઓ નાના રોકાણકારો માટે મોટો જેકપોટ બન્યો હતો. ગુરુવારે લિસ્ટિંગના દિવસે કંપનીની રૂ. ૨૮૮ની ઓફર ભાવ સામે રૂ. ૬૦૦ની ટોચ પર બમ્પર પ્રીમિયમ દર્શાવનાર કંપનીના શેરમાં રિટેલ ઇન્વેસ્ટર્સે લગભગ રૂ. ૨૦૦ કરોડ કમાયા હતાં. જેણે કંપનીને ચાલુ વર્ષના ટોચના ચાર આઈપીઓમાં સ્થાન અપાવ્યું હતું. અગાઉ હેપ્પીએસ્ટ માઇન્ડ ટેક્નોલોજિસ, રૂટ મોબાઈલ અને બર્ગર કિંગના આઈપીઓમાં રોકાણકારોને આવો જ લિસ્ટિંગ લાભ થયો હતો. સપ્ટેમ્બર આખરમાં હેપ્પીએસ્ટ માઇન્ડ પછી તરત રૂટ મોબાઇલની જેમ આ વખતે બર્ગર કિંગ પછી તરત મિસિસ બેક્ટર્સ ફૂડે રોકાણકારોને ઊંચા વળતરથી નવાજ્યાં હતાં.

ડિસેમ્બરના ત્રીજા સપ્તાહમાં પ્રવેશેલા મિસિસ બેક્ટર્સ ફૂડના આઈપીઓમાં રિટેલ રોકાણકારોને કુલ ઓફ્રના ૩૫ ટકા શેર્સ ફાળવવામાં આવ્યાં હતાં. એટલે કે ૬૫,૫૨,૯૮૬ શેર્સની કુલ ફાળવણી થઈ હતી. રિટેલ હિસ્સાનું ભરણું ૨૯ ગણું છલકાયું હતું. આમ ૨૯ અરજીમાંથી એક અરજી પર શેર ૫૦ શેર્સની ફાળવણી થઈ હતી. જે માટે રોકાણકારે રૂ. ૧૪,૪૪૦નું ચુકવણું કર્યું હતું. જોકે ગુરુવારે પ્રિ-લિસ્ટિંગમાં જ ૭૩ ટકા પ્રીમિયમે રૂ. ૫૦૦નો ભાવ જોવા મળ્યો હતો. જ્યારે ૧૦ વાગે લિસ્ટિંગ પર તે ઊછળીને રૂ. ૬૦૦ જોવાયો હતો. જો તેને બેન્ચમાર્ક લઈએ તો રિટેલ રોકાણકારે પ્રતિ શેર રૂ. ૩૧૨નું વળતર મેળવ્યું હતું અને તે રીતે ૫૦ શેર્સની ફાળવણી પર તે રૂ. ૧૫,૬૦૦ કમાયો હતો. એટલે કે, એક સપ્તાહમાં તેણે રૂ. ૧૪,૪૦૦ના રૂ. ૩૦,૦૦૦ બનાવ્યાં હતા.

રૂ.૬૦૦ના ભાવને સ્પર્શ્યા બાદ થોડી વેચવાલી બાદ શેર સાધારણ ઘટી રૂ. ૫૫૮ પર ટ્રેડ થયો હતો. જ્યાંથી ફરી વધી રૂ. ૫૮૦ પર જ ટ્રેડ થયો હતો અને આખરે રૂ. ૫૯૪ની સપાટીએ ૧૦૬ ટકા વૃદ્ધિ સાથે બંધ જોવા મળ્યો હતો. લિસ્ટિંગના દિવસે બંધ ભાવે કંપનીએ રૂ. ૩,૪૦૦ કરોડનું માર્કેટ-કેપ દર્શાવ્યું હતું. જોકે હાઇ નેટવર્થ ઇન્ડિવિડયૂઅલ રિટેલ જેટલા નસીબદાર નહોતાં રહ્યાં. સામાન્યરીતે રૂ. એક કરોડથી વધુની અરજી કરતાં આવા મોટાભાગના રોકાણકારોને ખર્ચ માથે પડયો હતો. એટલે કે, રૂ. ૨૮૮ના ઓફર ભાવ ઉપરાંત તેમને શેર દીઠ રૂ. ૨૮૦નો ખર્ચ બેસતો હતો. સામે એચએનઆઈ હિસ્સામાં ૧૫ ટકા (૨૮,૧૨,૭૦૮ શેર્સ) જ ફાળવણી હતી અને માગ ઊંચી હોવાથી ભરણું ૬૨૧ ગણું છલકાઈ ગયંુ હતું.

જેમાં શેર્સ લાગવાની શક્યતા અતિશય ધૂંધળી હતી. ઊંચી એચએનઆઈ માગને કારણે જ ભરણં ૧૯૯ ગણું છલકાયું હતું. એટલે કે રૂ. ૫૪૦ કરોડની ઓફર સામે રૂ. ૧.૦૭ લાખ કરોડની માગ જોવા મળી હતી. જે રોકાણકારો ગ્રે-માર્કેટમાં તેમનું ફોર્મ વેચી અને તેમને શેર્સની ફાળવણી થઈ હતી. તેમણે પણ મોટો અફસોસ કરવાનો થયો હતો. કેમકે સબ્જેક્ટ-ટુમાં શરૂઆતમાં ફોર્મના રૂ. ૫,૫૦૦-૬,૦૦૦ના ભાવે કામ થયાં હતાં. જ્યારે ઇશ્યૂને અસાધારણ પ્રતિસાદ બાદ તે વધીને રૂ. ૯,૦૦૦ થયા હતાં. જોકે લિસ્ટિંગ પર વાસ્તવિક લાભ રૂ. ૧૫,૦૦૦નો થયો હતો.