Chaye Wala News

Fastest short news update

વડા પ્રધાન 31 ડિસેમ્બરના ના રોજ રાજકોટ એઆઈએમએસનું નામ ખાતમુહર્ત, પીએમઓમાંથી ફાઇલ ફાઇલિંગ નથી, પણ કલેક્ટરે ..

વડાપ્રધાનના હસ્તે એઈમ્સનું ખાતમૂહર્ત કરવાના મુદ્દે કલેકટર તંત્ર ગોટે ચડી ગયું છે. જિલ્લા કલેકટર અને એઈમ્સના ડાયરેકટર વડાપ્રધાનનો કાર્યક્રમ હજુ ફાયનલ થયો નથી તેવા દાવા કરી રહ્યા છે ત્યારે અધિક કલેકટરે વડાપ્રધાનની તારીખ જાહેર કરી દીધી છે એટલું જ નહી કલેકટરે એઈમ્સની સાઈટ વિઝીટ કરી હેલીપેડ બનાવવા સહિતની સુચના આપતા વહીવટીતંત્રમાં વડાપ્રધાનના કાર્યક્રમને લઈ કોઈ તાલમેલ ન હોવાનો ઘાટ સજાર્યો છે.

જિલ્લા કલેકટર અને એઈમ્સના ડાયરેકટરે સ્પષ્ટ જણાવ્યું હતું કે વડાપ્રધાનનો હજુ કોઈ કાર્યક્રમ ફાયનલ થયો નથી પીએમઓમાંથી કોઈ સુચના આવી નથી જયારે અધિક કલેકટર પરીમલ પંડયાએ જણાવ્યું હતું કે 31 ડીસેમ્બરે વડાપ્રધાનનો કાર્યક્રમ ફાયનલ થઈ ગયો છે આમ ઉચ્ચ અધિકારી ના પાડે છે જયારે એડીએમ હા પાડે છે, નવાઈની વાત તો એ છે આ હા-ના વચ્ચે કલેકટર સહિતના ઉચ્ચ અધિકારીનો કાફલોએ એઈમ્સની સાઈડ વિઝીટ કરી કાર્યક્રમનું પ્લાનીંગ પણ કરી નાખ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અન મુખ્યમંત્રી Vijaybhai Rupani ઉપસ્થિતિમા આગામી તારીખ ૩૧ ડિસેમ્બરે યોજાનાર એઈમ્સ હોસ્પિટલના ખાતમુહૂત ર્કાર્યક્રમના આયોજન અંગેની બેઠક એઈમ્સના સાઇટ સ્થળ યોજાઇ હતી.મુખ્યમંત્રી વિજયભાઈ આ કાર્યક્રમમાં જાતે ઉપસ્થિત રહેશે જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આ કાર્યક્રમનું દિલ્હીથી વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કરાવશે. જિલ્લા કલેકટર રેમ્યા મોહન અને નિવાસી અધિક કલેકટર પરિમલ પંડયા સહિતના મહાનુભાવોએ સભાસ્થળ, ખાતમૂહર્ત સ્થળ અને સંભવિત હેલીપેડના સ્થળોની મુલાકાત લીધી હતી. કાર્યક્રમમાં આવનારા આમંત્રિતો, સામાન્ય નાગરિકો તથા અધિકારીઓ માટેના રૃટની વ્યવસ્થા, મેઈનરોડથી સભાસ્થળ સુધીના રૃટના આયોજન, કોરોના સંબંધી સરકારી માર્ગર્દિશકાનું પાલન, વીજળી પુરવઠો, પીવાનું પાણી વગેરે મુદ્દે બેઠકમાં વિશદ ચર્ચા કરવામાં આવી હતી

પરાપીપળીયા અને પડધરી ખાતેથી ટ્રાફ્કિ ડાયવર્ટ કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી ઘટના સ્થળ દર્શાવતા સાઈનબોર્ડ, મેડિકલ તથા કોઈપણ કટોકટીને પહોચી વળવાની સુવિધા, મંડપ વ્યવસ્થા વગેરે બાબતો અંગે વિચારણા હાથ ધરવામાં આવી હતી આ ઉપરાંત વાહન પાર્કીગ,પોલીસ બંદોબસ્ત માટ ેસમિતિના સભ્યોનેે કલેકટરે આદેશો કર્યા હતા. આ તકે જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસીયા, ગ્રામ્ય પોલીસ અધિક્ષક બલરામ મીના, પ્રાંત અધિકારી વિરેન્દ્ર દેસાઈ, ચરણસિંહ ગોહિલ, એઇમ્સના અધિકારી સરનદિપ સિન્હા, તથા કાર્યક્રમ માટે રચાયેલી સમિતિના વડાઓ ઉપસ્થિત રહયા હતા.

મોદી લાઈટ હાઉસ પ્રોજેક્ટનું ઈ- ભૂમીપૂજન કરશે અટલ સરોવર પાસે આગામી તા.૧ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લાઈટ હાઉસ પ્રજેકટનું ઈ-ભૂમીપૂજન કરશે લાઈટ હાઉસ પ્રજેકટમાં મહાપાલીકા દ્રારા ૧૩૪૪ આવાસ બનાવવામાં આવશે આ પ્રોજેકટ માટે દેશમાથી માત્ર ૬ શહેરોની પસંદગી કરવામાં આવી છે તેમાં રાજકોટનો સમાવેશ કરવામાં આવ્યો છે વડાપ્રધાન દિલ્હીથી ઓનલાઈન ઈ-ભૂમીપૂજન કરશે