Chaye Wala News

Fastest short news update

10 હજાર કરોડ રૂપિયાના બાલાજી વેફર્સના માલિક ચંદુભાઈ વિરાણી આજે પણ ઘરના સભ્યોને જાતે વેફર બનાવી ખવડાવે છે

ચંદુભાઈને મિત્રો-સ્વજનોના પ્રસંગમાં ટ્રેડિશનલ રાસ લેવાનું પસંદ છે નોકરી કરતા હતા ત્યારે સાથે કામ કરનારા લોકો સાથે આજે પણ સંપર્કમાં રહે છે જે એસ્ટ્રોન ટૉકીઝમાં કામ કરતા હતા એ વેચાઈ ત્યારે દુઃખી થયા હતા પેપ્સિકોએ બાલાજી વેફર્સ ખરીદવાની ઑફર આપેલી, પણ ચંદુભાઈએ પેપ્સિકોનાં ઇન્દ્રા નુયીને મળવાની ના પાડી દીધેલી

ચંદુભાઈને મિત્રો-સ્વજનોના પ્રસંગમાં ટ્રેડિશનલ રાસ લેવાનું પસંદ છે
નોકરી કરતા હતા ત્યારે સાથે કામ કરનારા લોકો સાથે આજે પણ સંપર્કમાં રહે છે
જે એસ્ટ્રોન ટૉકીઝમાં કામ કરતા હતા એ વેચાઈ ત્યારે દુઃખી થયા હતા
પેપ્સિકોએ બાલાજી વેફર્સ ખરીદવાની ઑફર આપેલી, પણ ચંદુભાઈએ પેપ્સિકોનાં ઇન્દ્રા નુયીને મળવાની ના પાડી દીધેલી

છેલ્લા ત્રણ દાયકાથી ગુજરાતીઓનો નાસ્તો બાલાજી વેફર્સનું પેકેટ ખોલ્યા વિના પૂરો નથી થતો. એક સમયે રાજકોટની એસ્ટ્રોન ટૉકિઝની કેન્ટિનમાં કામ કરવાથી લઇને આજે દુનિયાભરમાં બાલાજી વેફર્સનું 10 હજાર કરોડનું સામ્રાજ્ય ખડું કરનારા ચંદુભાઈ વિરાણી આજે પણ એટલા જ સહજ છે અને પોતાનાં મૂળિયાં સાથે જોડાયેલાં છે. પેપ્સીકો જેવી ગંજાવર મલ્ટિનેશનલ કંપનીની ઑફર ઠુકરાવવાની ખુમારી ધરાવતા ચંદુભાઈ આજેય મિત્રો-સ્વજનોનાં લગ્નમાં ટ્રેડિશનલ રાસ પણ લઈ લે છે અને પૌત્રીઓ માટે વૅફર પણ તળી આપે છે. આજે જ્યારે બાલાજી વેફર્સ પોતાના નવા પ્લાન્ટ સાથે ઉત્તર પ્રદેશમાં એન્ટ્રી કરવા વિચારી રહી છે, ત્યારે દિવ્ય ભાસ્કરે એમની સાથે ટેલિફોનિક ગોઠડી માંડી હતી, જેમાં ચંદુભાઈ પોતાના નિખાલસ સ્વભાવનો પરિચય આપતાં ખાસ્સા ખીલ્યા હતા. એમની બાલાજી વેફર્સ સાથેની ચાર દાયકાની સફરની ખાટી-મીઠી વાતો એમણે મોકળા મને વ્યક્ત કરી હતી. આવો માણીએ.

ચંદુભાઈ: મારે નાનપણના 2-4 મિત્રો છે જેની સાથે હું નદીએ નહાવા જતો અને અમે ઝાડ પર ચડવાની રમતો રમતા, તેઓના સંપર્કમાં છુ. તેઓ પણ જયારે રાજકોટ આવે તો મને અચૂક મળે છે અને હું પણ તેમના નાના મોટા પ્રસંગોમાં ગામડે જાઉં છું. તેમના પ્રસંગમાં હું રાસ પણ રમું છું. મને આવું કરતા જોઈ તેઓ પણ ચોંકી જાય છે. ગામડામાં જે રીતે રાસ લેવાય તે રીતે જ હું કાઠિયાવાડી રાસ લઉં છું. આ સિવાય રાજકોટ આવ્યા પછી જે મિત્રો બન્યા અને મારી સાથે જે લોકો કામ કરતા હતા તેમના સંપર્કમાં પણ રહું છું. મિત્રો એ મિત્રો હોય છે. પૈસા આવ્યા એટલે હું તેમને છોડી દઉં તે યોગ્ય નથી. તેઓ મને ફોન કરે, હું તેમને ફોન કરું. આવું બધું ચાલતું હોય છે.

ચંદુભાઈ: હું જ્યારે એસ્ટ્રોનમાં નોકરી કરતો હતો તે સમયે મારી સાથે એક વિજયભાઈ શાહ નોકરી કરતા હતા અને ચંદુભાઈ ઠક્કરની રેકડી હતી. તેઓ આજે પણ મારી સાથે જોડાયેલા છે. આ બંને દર રવિવારે મને મળવા આવતા. હાલ કોરોના છે એટલે અમે મળી શકતા નથી. ફોન કરીને કહે છે કે ઘણા દિવસોથી મળ્યા નથી તો મળવું છે. આ બંનેનાં ઘરે જઈને જમવાના વ્યવહાર છે. વિજયભાઈને રેડીમેડ ગારમેન્ટની દુકાન છે અને ચંદુભાઈ સેન્ડવિચની દુકાન ચલાવે છે

ચંદુભાઈ: ટોકિઝ બંધ કરી ત્યારે મેં મારા શેઠ ગોવિંદભાઈ ખુંટને કહેલું કે તમે આ સિનેમાને વેચી કેમ નાખ્યું? મને તો ટોકીઝ માટે લાગણી હતી, પણ તેનાથી વિશેષ મારા શેઠ માટે દુઃખ થતું હતું કેમ કે એસ્ટ્રોન ટોકિઝ એ ગોવિંદભાઈની ઓળખ હતી. મેં તેમને કહેલું કે ભાગીદારોને છુટા થવું હોય તો ભલે થાય હું તેના બદલે પૈસા આપી દેત. એસ્ટ્રોનની કેન્ટીનમાં મેં 1974થી નોકરી શરૂ કરી હતી અને ત્યારે મને રૂ. 90 પગાર મળતો હતો. મને આજે પણ એ યાદ છે કે બે સીટ વચ્ચે અને બે લાઈન વચ્ચે કેટલી જગ્યા હતી. મને તો સમાચારમાં આવ્યું ત્યારે ખબર પડી હતી કે ટોકિઝ વેચાઈ ગઈ છે. તે સમયે તેમાંથી મને કોઈ આવક ન હતી છતાં પણ મને આંચકો લાગ્યો હતો આ તો આપણું સિનેમા વેચાઈ ગયું.

ચંદુ ભાઈ: બાલાજી સાથે આશ્ચર્યજનક 5000 કર્મચારીઓ જોડાયા છે. આ કર્મચારીઓ નથી, પણ અમારી સૈનિકો છે. અમારી સ્ટ્રેટેજી પહેલી વાર આવી હતી જ્યારે સ્ટાફના કોઈ પણ વાર આવવા ન આવતા નવેસરથી રજૂઆત કરી. કર્મચારીએ ફરીથી આવવું તે તમારી કમી છે. મંડળીઓ જેવી કમાઉ દીકરા છે. અમારા ફેક્ટરીમાં ઘણાં બહેનો અને યુવતીઓ કામચલાઉ બને છે, તેના લગ્ન કોઈ કર્મચારીના સ્ત્રી રોગમાં નથી હોતા અથવા બાળકોના જીવનનિર્વાહની આવશ્યકતા હોય છે, તે બાબતોની હકીકતો અમે ખાસ તકરાર રાખતા હોઈએ છીએ. કોઈ પણ કર્મચારીને કાગવુ પડવું પડતું નથી, પણ ઘરની ચાલ ચલાવવી જોઇએ નહીં. હું આ કંપનીમાં વાત કરું છું પણ ભૂતકાળમાં પણ કોઈની જોડી નથી હોતી અને કોઈ પણ સંજોગોમાં તે મદદ કરવા માંગતો નથી. ચંદી ભાઈ: હું કેન્ટીનમાં જોડાયો હતો સૌરાષ્ટ્ર પહેલાં 1974-1982 સુધી બહાર વેફર લાઇફ કેન્ટીટીન વેચતા હતા. 1982 થી જથ્થો વેફર બનાવવાની શરૂઆત થઈ. પહેલાં લોકો વિશેષ રીતે વેફર ખાતા હોય છે અને તે પહેલાં આવે છે. જો તે સમયે ગોરધનદાસ તાવડો મૂકે વેફર વેચતા. ચંદ્ર વિસ્તારના વેચાણમાં વધારો કરવામાં આવ્યો હતો અને આજુબાજુના સપ્તાહમાં સપ્ટેમ્બર શરૂ થયું હતું અને પછી આખા શહેરમાં તપાસ કરવામાં આવી હતી. 1989 માં આજી જીઆઈડીસીમાં વેચવાલી અને બેંક લોન તપાસ પ્રોડકશન શરૂ થયું. મારા ભાઈ કનિર્વાને ટેક્સ્ટલ સમજાવ્યું 1992 માં ટોટોમેટિક પ્લાન્ટ બનાવવું અને આજે સમયનો મારા અને ભાઈઓનો સંસ્કાર નવી નવી તકનીક અને માર્કેટિંગ સ્ટ્રેટેજી રચના અને વ્યવસાય આગળ વધારવો છે.

ચંદુભાઈ: આમ તો છેલ્લાં 10-15 વર્ષથી મેં કામ પણ ઓછું કરી નાખ્યું છે. મારા દીકરા પ્રણયની દીકરીઓ શ્રીજા અને શ્રાવ્યા ક્યારેક મને કહે કે દાદા અમારે વેફર ખાવી છે તો હું તેમના માટે ઘરે વેફર બનાવી આપું છું. પરિવારના સભ્યો કહે તો હું ના નથી પાડતો. છોકરાંવ પણ નવી ફ્લેવર બનાવવાની હોય ત્યારે મને પૂછતા હોય છે અને મને ખબર પડે તે રીતે હું તેમને સલાહ સૂચન કરતો રહું છું.

ચંદુભાઈ: અમુક વર્ષો પહેલાં પેપ્સીકોએ તબક્કાવાર બાલાજી વેફર્સ ખરીદવાની ઓફર કરી હતી. પેપ્સીકો પહેલાં 25%, પછી 51% અને એવી રીતે ધીમે ધીમે 100% સ્ટેક ખરીદવા માગતી હતી. બરાક ઓબામા જ્યારે અમેરિકાના પ્રેસિડેન્ટ હતા ત્યારે તેઓ એક વાર ભારત આવેલા અને તેમની સાથે પેપ્સીકોનાં ઈન્દ્રા નુયી પણ હતાં. હું પણ ત્યારે દિલ્હીમાં હતો અને તેમણે મળવા માટે મને અડધો કલાકનો સમય આપ્યો હતો, પણ હું ના ગયો. મને થયું કે મારે શું જરૂર છે? પછી મારા નાના ભાઈના દીકરાએ કહ્યું કે, ભલે તમે ડીલ ના કરો પણ તમારે તેમને મળવું જોઈએ. ઈન્દ્રા નુયીને મળવું એ એક અચિવમેન્ટ કહેવાય. તો મેં કહ્યું કે મારે નથી લેવું અચિવમેન્ટ અને હું ના મળ્યો.