Chaye Wala News

Fastest short news update

અમેરિકામાં એક દિવસમાં કોરોનાના સૌથી વધુ 4 લાખ કેસ

 

વિશ્વમાં કોરોનાના કુલ કેસ 7.27 દિવસ અને મૃત્યુ 16.94 લાખને પાર
બ્રિટ્ને કોરોના નવી શૃષ્‍પનો હાહકાર, મહાગતિ બેકાબૂ, પીએમ જોન્સને આકરું લોકડાઉં લગતા લોકો લંડન છોડી ભાગ ભાગ્યા

અમેરિકા, બ્રિટન સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાના રસીકરણનો ઐતિહાસિક કાર્યક્રમ શરૃ થઈ ગયો છે. વિવિધ દેશોની સરકારો એક પછી એક ફાઈઝર, મોડર્ના સહિતની રસીઓના તાત્કાલિક ઉપયોગને મંજૂરી આપી રહી છે. બીજીબાજુ અમેરિકામાં કોરોના મહામારી વધુ એકવખત વકરી છે અને એક દિવસમાં કોરોનાના અત્યાર સુધીમાં સૌથી વધુ ચાર લાખ નવા કેસ નોંધાયા છે જ્યારે ૨,૭૦૦થી વધુનાં મોત થયા છે. બ્રિટનમાં પણ કોરોનાનું નવું સ્વરૃપ બહાર આવ્યું છે અને કોરોના બેકાબૂ બન્યો હોવાની સરકારે જાહેરાત કરી છે. એશિયામાં દક્ષિણ કોરિયા અને જાપાનમાં પણ કોરોનાના દૈનિક કેસોમાં વિક્રમી ઊછાળો નોંધાયો છે.

અમેરિકામાં કોરોનાના ઐતિહાસિક રસીકરણ કાર્યક્રમ વચ્ચે યુએસ સેન્ટર ફોર ડીસીસ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી)એ એક જ દિવસમાં કોરોનાના ૪,૦૩,૩૫૯ નવા કેસ નોંધાયા હોવાનું અને ૨,૭૫૬નાં મોત થયા હોવાનું જણાવ્યું હતું તેમ શિન્હુઆ ન્યૂઝ એજન્સીએ તેના અહેવાલમાં જણાવ્યું હતું. આ સાથે વિશ્વમાં કોરોનાના કેસના આંકડાઓ પર નજર. અમેરિકામાં કોરોનાના કુલ કેસની સંખ્યા ૧,૮૦,૭૮,૯૨૫ થઈ છે અને મૃત્યુઆંક ૩,૨૩,૪૦૪ થયો છે. વિશ્વમાં કોરોનાના કુલ કેસ ૭,૬૭,૩૮,૧૩૩ થયા છે અને મૃત્યુઆંક ૧૬,૯૪,૨૩૨ થયો છે. અમેરિકામાં કોરોનાના રસીકરણ દરમિયાન રસી લેનારા વધુ લોકોને આડઅસરો થઈ હોવાનું જણાતાં યુએસ સેન્ટર ફોર ડીસીસ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શને કોરોનાના દર્દીઓને રસી આપવા મુદ્દે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે.

સીડીસીની નવી માર્ગદર્શિકા મુજબ કોરોનાની રસીથી ગંભીર રિએક્શન થાય તેવા લોકોને રસીનો બીજો ડોઝ આપવો જોઈએ નહીં. અમેરિકાએ ફાઈઝર પછી મોડર્નાની રસીને પણ તાત્કાલિક વપરાશ માટે મંજૂરી આપી છે. વિશ્વમાં કોરોનાનો રસીકરણ કાર્યક્રમ સૌથી પહેલાં બ્રિટનમાં શરૃ થયો હતો. ત્યાર પછી અમેરિકા પછી અન્ય દેશોએ પણ ફાઈઝરની રસીને મંજૂરી આપી છે. હવે ઈઝરાયેલે પણ રસીકરણ કાર્યક્રમ શરૃ કર્યો છે. ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુએ રસીની સૌથી પહેલી રસી લીધી હતી.

બીજીબાજુ યુરોપમાં કોરોના મહામારી વધુ ને વધુ વકરી રહી છે. બ્રિટનમાં સ્વાસ્થ્ય મંત્રી મેટ હેનકોકે રવિવારે કબૂલ્યું હતું કે, દેશમાં કોરોના મહામારી બેકાબૂ થઈ ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રીના નિવેદનના કેટલાક કલાક પહેલાં જ વડાપ્રધાન બોરિસ જોન્સને બ્રિટનમાં કોરોનાના નવા પ્રકારની ઓળખ થયા પછી લંડન અને દક્ષિણ-પૂર્વ ઈંગ્લેન્ડમાં ચોથા તબક્કાના આકરા લોકડાઉનની જાહેરાત કરી હતી અને પાંચ દિવસના સૂચિત ‘ક્રિસમસ બબલ’ કાર્યક્રમ રદ કરવાની જાહેરાત કરી હતી. હેન્કોકે જણાવ્યું કે, દેશમાં સ્થિતિ અત્યંત મુશ્કેલ છે. ક્રિસમસ પ્રસંગે લોકો ઘરમાં રહીને વાઈરસ ન ફેલા તે જ સૌથી સારી ભેટ આપી શકે છે. વડાપ્રધાનની આકરું લૉકડાઉન લાદવાની જાહેરાતના પગલે લોકોએ લંડન છોડીને ભાગવાનું શરૃ કરી દીધું હતું. બ્રિટનમાં કોરોનાના કેસ વધતાં યુરોપના અન્ય દેશોએ ઈંગ્લેન્ડમાંથી આવતી તમામ ફ્લાઈટ્સ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. બ્રિટનમાં કોરોનાના કુલ કેસની સંખ્યા ૨૦,૦૪,૨૧૯ થઈ છે અને મૃત્યુઆંક ૬૭,૦૭૫ થયો છે.

યુરોપ ઉપરાંત એશિયામાં દક્ષિણ કોરિયા અને જાપાનમાં પણ કોરોનાના દૈનિક નવા કેસમાં ઊછાળો આવ્યો છે. જાપાનમાં એક દિવસમાં કોરોનાના ૨,૯૮૫ નવા કેસ નોંધાયા હતા અને વધુ ૪૫ નાં મોત નીપજ્યાં હતા. આ સાથે કોરોનાના કુલ કેસ ૧,૯૩,૦૩૧ થયા છે અને મૃત્યુઆંક ૨,૮૨૮ થયો છે. દક્ષિણ કોરિયામાં પણ એક દિવસમાં કોરોનાના ૧,૦૯૭ નવા કેસ નોંધાયા હતા, જે અત્યાર સુધીમાં સૌથી વધુ નવા કેસ છે. આ સાથે કોરોનાના કુલ કેસ ૪૯,૬૬૫ થયા છે અને મૃત્યુઆંક ૬૭૪ થયો છે. કોરોનાના નવા સ્વરૃપનું જોખમ સમજવામાં સમય લાગશે

બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રાલયે દેશમાં કોરોનાનો નવો પ્રકાર મળ્યો હોવાની ચેતવણી આપી છે. આ નવો પ્રકાર કોરોનાના ઓરિજિનલ વાઈરસ કરતાં ૬૦ ટકા વધુ ઝડપે લોકોમાં ફેલાય છે. વેૈજ્ઞાાનિકોએ જણાવ્યું છે કે નવા પ્રકારની પ્રકૃતિને સમજવામાં એટલે કે નવા પ્રકારના વાઈરસથી ગંભીર બીમારી થઈ શકે છે કે કેમ અને રોગપ્રતિકારક ક્ષમતા વિકસાવવાના પ્રયાસો માટે તે કેટલો જોખમી છે તે જાણવામાં કેટલાક સપ્તાહનો સમય લાગી શકે છે.