Chaye Wala News

Fastest short news update

ફ્રાન્સના પ્રમુખ મેક્રોન કોરોના પોઝિટિવ બ્રિટન,અમેરિકામાં રસીની આડઅસરના વધુ કેસ

દુનિયામાં કોરોનાના નવા પોણા બે લાખ કરતાં વધારે કેસો નોંધાયા યુએસના પ્રમુખ જો બાઇડન આવતા સપ્તાહે જાહેરમાં કોરોનાની રસી મુકાવશે

ફ્રાન્સના પ્રમુખ ઇમાન્યુએલ મેક્રોન કોરોના પોઝિટિવ હોવાની પ્રેસિડેન્શિયલ એલ્સી પેલેસ દ્વારા આજે જાહેરાત કરવામાં આવી હતી. કોરોનાના પ્રથમ લક્ષણે દેખા દેતાં જ મેક્રોને કોરોનાનો ટેસ્ટ કરાવતાં તે પોઝિટિવ આવતાં તેઓ સાત દિવસ માટે આઇસોલેશનમાં જતાં રહ્યા છે.

તેઓ દૂર રહીને જે તેમનું કામકાજ કરશે. મેક્રોને ગયા સપ્તાહે યુરોપિયન યુનિયનની શિખર પરિષદમાં હાજરી આપી હતી જ્યાં તેઓ જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ અને બુધવારે પોર્ટુગલના વડાપ્રધાનને પણ મળ્યા હતા.

મેક્રોને આવતાં સપ્તાહે યોજાનારી તેમની લેબેનોનની મુલાકાતને પણ રદ કરી છે. ફ્રાન્સમાં સપ્ટેમ્બરથી આઇસોલેશનનો સમયગાળો 14 દિવસથી ઘટાડીને સાત દિવસનો કરવામાં આવ્યો હતો. મેક્રોને બુધવારે વડાપ્રધાન જ્યાં કાસ્ટેક્સ અને પ્રધાનો સાથે બેઠક પણ યોજી હતી. વડા પ્રધાનની ઓફિસે પણ વડાપ્રધાન સાત દિવસ આઇસોલેશનમાં જતાં રહ્યાં હોવાની જાહેરાત કરી હતી.

દરમ્યાન યુએસમાં શુક્રવારે ઉપપ્રમુખ માઇક પેન્સ અને તેમની પત્ની કરેન જાહેરમાં કોરોનાની રસી મુકાવશે તેમ વ્હાઇટ હાઉસના સૂત્રોએ જણાવ્યું છે. પ્રમુખ ડો બાઇડને મંગળવારે જણાવ્યું હતું કે ટોચના ચેપી રોગ નિષ્ણાત ડો. એન્થોની ફૉસીએ તેમને પણ વહેલી તકે કોરોનાની રસી મુકાવવાની સલાહ આપી છે.

બાઇડને જણાવ્યું હતું કે કોરોનાની રસી મુકાવવા માટે હું કતાર તોડીને આગળ જવા માગતો નતી પણ હું અમેરિકન લોકોને દર્શારવવા માગું છું કે કોરોનાની રસી મુકાવવી સલામત છે. જો બાઇડન આવતા સપ્તાહે જાહેરમાં કોરોનાની રસી મુકાવે તેવી સંભાવના છે. જોકે, રસી મુકાવવા મામલે અમેરિકનોને ચિંતા કરવી પડે તેના કારણો છે.

બ્રિટનમાં ફાઇઝરની કોરોના રસી મુકાવ્યા બાદ બે દર્દીઓને એલર્જિક રિએક્શન આવ્યા બાદ હવે યુએસમાં પણ એક આરોગ્ય કર્મચારીને એલર્જી ન હોવા છતાં આકરાં રિએક્શનો આવ્યા હોવાનો અહેવાલ ન્યુ યોર્ક ટાઇમ્સે પ્રકાશિત કર્યો હતો.

દુનિયામાં કોરોનાના આજે નવા પોણા બે લાખ કરતાં વધારે કેસો નોંધાવાને પગલે કુલ કેસોની સંખ્યા 74,704,411 થઈ છે જ્યારે 4100 જણાના મોત થતાં કુલ મરણાંક સાડા સોળ લાખનો આંક વટાવી ગયો છે. કોરોનાના નવા કેસો યુએસમાં 7,473 અને ભારતમાં 2,163 નોંધાયા છે. જ્યારે રશિયામાં કોરોનાના 28,214 નવા કેસો નોંધાયા છે અને 587 જણાના મોત થયા છે.

દરમ્યાન કોરોના મહામારીના પહેલા મોજામાં મૃત્યુ દર ઉંચો હોવા છતાં લોકડાઉન કરવાને બદલે અન્ય ઉપાયો કરનાર સ્વિડનમાં હવે બીજા મોજા દરમ્યાન સત્તાવાળાઓને ફેરવિચારણા કરવાની ફરજ પડી છે.

દેશના આઇસીયુ યુનિટની સ્થિતિ ખરાબ થવાને પગલે કોરોનાના ચેપને નાતવા આકરાં નિયંત્રણો લાદવાની માગણી જોર પકડી રહી છે. સરકાર પાસે લોકોને ઘરમાં જ રહેવાનો આદેશ આપવાની સત્તા ન હોવાથી સરકાર ઇમરજન્સી કાયદો ઘડવાનું આયોજન કરી રહી છે. સ્વિડનમાં કોરોના મહામારીમાં કુલ 7900 ના મોત થયા છે અને કુલ કેસોની સંખ્યા 3,57,470 થઈ છે.

દક્ષિણ કોરિયામાં પણ કોરોના મહામારીએ માઝા મુકતાં તેના પાટનગર સિઉલમાં એકને બાદ કરતાં તમામ આઇસીયુ બેડ કોરોનાના દર્દીઓથી ભરાઈ ગયા છે. દેશમાં પહેલીવાર દૈનિક કેસોની સંખ્યામાં મોટો ઉછાળો આવતાં સરકાર પહેલીવાર લોકડાઉન લાદવા માટે વિચારણા કરી રહી છે.

માસ્ક પહેરવા અને અન્ય નિયમોનું કડક પાલન કરી દક્ષિણ કોરિયાએ અત્યાર સુધી આકરાં લોકડાઉન ખાળ્યા હતા. પણ નવેમ્બરની મધ્યમાંતી તાપમાન ઠંડુ થવાને પગલે કોરોનાના કેસોની સંખ્યા સતત વધી રહી છે. દક્ષિણ કોરિયામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા એક હજાર કરતાં વધાર કેસો નોંધાયા છે અને કુલ 634 જણાના મોત થયા છે. ટ્વિટરે કોરોનાની રસી વિશેની ગેરમાહિતી દૂર કરવાની શરૂ કરી

ટ્વિટરે કોરોના મહામારી વિષયક તમામ ગેરમાહિતી તેની સાઇટ પરથી દૂર કરવાનું શરૂ કર્યું છે. કોરોના વાઇરસ સાચુકલો નથી તેવા દાવા અને કોરોનાની રસીનો ઉપયોગ લોકોને નિયંત્રણમાં રાખવા માટે અથવા તેમને નુકસાન કરવા માટે કરવામાં આવશે તેવા તમામ પાયાવિહોણા દાવાઓ કરતી પોસ્ટને દૂર કરવામાં આવશે. ટ્વિટરે તેના એક બ્લોકમાં આવતા સપ્તાહથી નવી પોલિસીનો અમલ કરવાની જાહેરાત પણ કરી છે.

તેમાં જણાવાયું છે કે જો લોકો નિયમોનો ભંગ કરીને ટ્વિટ કરશે તો તેમણે ફરી ટ્વિટ કરતાં પહેલાં આગલા ટ્વિટને રદ કરવું પડશે. જ્યાં સુધી આપત્તિજનક ટ્વિટને દૂર કરવામાં નહીં આવે ત્યાં સુધી તે દેખાશે નહીં. હવે ટ્વિટ બોગસ હશે તો તેની નીચે અફવા, વિવાદિત દાવો, અથવા અધૂરી કે સંદર્ભહીન માહિતી એવા લખાણો પણ મુકવામાં આવશે.ફેસબુક અને યુટયુબે પણ રસી વિસે ગેરમાહિતી ફેલાવતી પોસ્ટો દૂર કરવાની જાહેરાત કરી છે. હાલ યુએસ અને અન્ય દેશોમાં સામૂહિક રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે જ આ સોશ્યલ મિડિયાને કોરોના રસી વિશેની ગેરમાહિતી દૂર કરવાના પગલાં ભરવાનું સૂઝ્યું છે.