Chaye Wala News

Fastest short news update

નવા કૃષિ કાયદા સ્થગિત કરવા સુપ્રીમનું કેન્દ્રને સૂચન

ખેડૂતોને આંદોલનનો અધિકાર, પરંતુ રસ્તા રોકવા અયોગ્ય : સુપ્રીમ
કૃષિ કાયદાની કાયદેસરતા અંગે હાલ સુનાવણી નહીં, કેસ શિયાળુ વેકેશન બેન્ચને સોંપવાના સુપ્રીમ કોર્ટના સંકેત

કેન્દ્રના નવા કૃષિ કાયદાઓ વિરૂદ્ધ દિલ્હી સરહદે આંદોલન કરી રહેલા ખેડૂતો તેમની માગ પર અડગ છે ત્યારે સુપ્રીમ કોર્ટે ગુરૂવારે જણાવ્યું હતું કે, ખેડૂતોને દેખાવો કરવાનો અિધકાર છે. જોકે, તેનો એ આૃર્થ નથી કે તેઓ અન્યોના આવવા-જવાના અિધકારોમાં અવરોધ ઊભા કરે. દેખાવોનો આૃર્થ દિલ્હીને બંધ કરવી એવો ન હોઈ શકે. આ સાથે સુપ્રીમે કેન્દ્રને સવાલ કર્યો હતો કે શું હાલ પૂરતા આ કાયદાઓનો અમલ અટકાવી શકાય નહીં?

વધુમાં સુપ્રીમે ખેડૂતો અને કેન્દ્ર સરકાર વચ્ચેના વિવાદનો ઉકેલ લાવવા માટે સમિતિ બનાવવાનો સંકેત આપ્યો હતો. કોર્ટે સંકેત આપ્યા હતા કે માત્ર દેખાવોથી ખેડૂતોનો ઉદ્દેશ પૂરો નહીં થાય. કેન્દ્રના નવા કૃષિ કાયદાઓ વિરૂદ્ધ દિલ્હી સરહદે આંદોલન કરી રહેલા ખેડૂતોને હાઈવે પરથી હટાવવા સંબંિધત અરજીઓ પરની સુનાવણી સુપ્રીમ કોર્ટે પેન્ડિંગ રાખી છે.

સુપ્રીમે કહ્યું કે બધા જ પક્ષોને સાંભળ્યા વિના તે કોઈ આદેશ નહીં આપે. આ સાથે સુપ્રીમે બધા પક્ષોને નોટીસ પણ મોકલી હતી. મુખ્ય ન્યાયાધીશ એસએ બોબડેના અધ્યક્ષપદે એક બેન્ચે ગુરૂવારે સુનાવણી દરમિયાન કહ્યું કે કોઈ વિરોધ ત્યાં સુધી જ બંધારણીય છે જ્યાં સુધી તે સંપત્તિ આૃથવા જીવનને નુકસાન નથી પહોંચાડતો.

કેન્દ્ર સરકાર અને ખેડૂતોએ વાત કરવી જોઈએ. અમે બંને પક્ષ તેમની વાત રજૂ કરી શકે તેવી નિષ્પક્ષ અને સ્વતંત્ર સમિતિ બનાવવા અંગે વિચારી રહ્યા છીએ. સમિતિ એક નિષ્કર્ષ આપશે, જેનું પાલન કરવું જોઈએ. આ દરમિયાન વિરોધ ચાલુ રહી શકે છે. મુખ્ય ન્યાયાધીશે આ કેસને શિયાળુ વેકેશન દરમિયાન વેકેશન બેન્ચ સમક્ષ રાખવા સૂચન કર્યું હતું.

વધુમાં બેન્ચે કાયદાની કાયદેસરતા સંબંિધત મુદ્દે હાલ સુનાવણી કરવાનો ઈનકાર કરી દીધો હતો. કોર્ટે કહ્યું કે અમે આજે પહેલી અને એકમાત્ર બાબત ખેડૂતોના વિરોધ પ્રદર્શન અને નાગરિકોના મૌલિક અિધકારો નક્કી કરીશું. કાયદાની કાયદેસરતાનો સવાલ રાહ જોઈ શકે છે. બેન્ચમાં મુખ્ય ન્યાયાધીશ ઉપરાંત ન્યાયાધીશો એએસ બોપન્ના અને વી. રામસુબ્રમણ્યનનનો સમાવેશ થાય છે.

મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે સ્વતંત્ર સમિતિમાં પી. સાઈનાથ, ભારતીય કિસાન યુનિયન અને અન્ય સભ્યો હોઈ શકે છે. ખેડૂત હિંસાને ઉશ્કેરી શકે નહીં અને કોઈ શહેરને બ્લોક પણ કરી શકે નહીં. દિલ્હીને બ્લોક કરવાથી શહેરના લોકો ઊભૂખ્યા રહી શકે છે. વાટાઘાટો કરવાનો ખેડૂતોનો આશય પૂરો થઈ શકે છે. માત્ર વિરોધ પર બેસવાથી કોઈ ફાયદો નહીં થાય.

ખેડૂતોએ વિરોધ પ્રદર્શનની રીત બદલવી પડશે. આ સાથે મુખ્ય ન્યાયાધીશે કેન્દ્રને કહ્યું કે તે કાયદાનો અમલ હાલ પૂરતો અટકાવવાની સંભાવનાઓ પર વિચારણા કરે. કોર્ટે એટર્ની જનરલને પૂછ્યું કે શું સરકાર કોર્ટને આશ્વાસન આપી શકે છે કે આ કેસની અદાલતી સૂનાવણી પૂરી ન થાય ત્યાં સુધી તે કાયદાના અમલની કોઈ કાર્યવાહી નહીં કરે.

જોકે, એટર્ની જનરલે કાયદાનો અમલ અટકાવવાનો વિરોધ કરતાં કહ્યું કે, જો એવું થશે તો ખેડૂતો ચર્ચા માટે નહીં આવે. જોકે, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે અમે આ અંગે કોઈ આદેશ નથી આપ્યો, પરંતુ તેની વિચારણા કરવા કહીએ છીએ. આ દરમિયાન મુખ્ય ન્યાયાધીશ બોબડેએ કહ્યું કે, અમે કાયદા વિરૂદ્ધ દેખાવોના મૌલિક અિધકારને માન્યતા આપીએ છીએ અને તેને રોકવા માટે કોઈ સવાલ ઉઠાવતાં નથી.

અમે દેખાવોમાં કોઈ હસ્તક્ષેપ કરતા નથી, પરંતુ વિરોધની રીત બદલાવી જોઈએ, જેથી કોઈના જીવનને નુકસાન ન થાય તે બાબત પર અમે ધ્યાન આપી શકીએ છીએ. તેમણે ઉમેર્યું કે દેખાવોથી કોઈના જીવનને નુકસાન ન થવું જોઈએ. ખેડૂતોને વિરોધ કરવાનો અિધકાર છે. અમે તેમાં હસ્તક્ષેપ કરતા નથી, પરંતુ દેખાવોથી લોકોના આવવા-જવાના અિધકાર પર અસર ન થાય તે માટે અમે દેખાવોમાં થોડો ફેરફાર કરવો જોઈએ.
ખેડૂતોએ સુનાવણી મુદ્દે પ્રશાંત ભૂષણ સહિત ટોચના વકીલોનો સંપર્ક કર્યો

દિલ્હી સરહદે આંદોલન કરી રહેલા ખેડૂતોએ નવા કૃષિ કાયદાઓ વિરૂદ્ધ તેમના દેખાવો સંબંધે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણીના સંદર્ભમાં કોઈપણ નિર્ણય લેતા પહેલાં પ્રશાંત ભૂષણ સહિત ટોચના વકીલોનો સંપર્ક કર્યો હતો.

સિંધુ સરહદે ગુરૂવારે રાષ્ટ્રીય કિસાન મહાસંઘના કો-ઓર્ડિનેટર કેવી બિજુએ જણાવ્યું હતું કે, બધા જ ખેડૂત સંગઠનોએ આજે એક બેઠક યોજી હતી અને અમે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી અંગે પ્રશાંત ભૂષણ, દુષ્યંત દવે, એચએસ ફૂલ્કા અને કોલિન ગોન્સાલ્વીસનો સંપર્ક કરીશું.

આ વકીલો સાથે ચર્ચા કર્યા વિના અમે આ બાબત પર કોઈ નિર્ણયની જાહેરાત નહીં કરીએ. ખેડૂત નેતાઓએ જણાવ્યું કે તેમને સુપ્રીમ કોર્ટ તરફથી હજી સુધી કોઈ નોટિસ મળી નથી. સુપ્રીમ કોર્ટમાં જે થઈ રહ્યું છે તે અમને માત્ર મીડિયા મારફત જાણવા મળ્યું છે.

અમે ચાર વકીલો સાથે ચર્ચા કર્યા પછી જ કોઈ કાયદાકીય નિર્ણય લઈશું તેમ અન્ય એક ખેડૂત નેતા બલબીરસિંહ રાજેવાલે કહ્યું હતું. દરમિયાન સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ અને વરિષ્ઠ વકીલ દુષ્યંત દવેએ ખેડૂતોને મફતમાં કાયદાકીય સલાહ આપવાનું જણાવ્યું હતું. એચએસ ફૂલ્કાએ સહિતના વકીલોએ પણ જણાવ્યું હતું કે ખેડૂતોએ તેમનો સંપર્ક કર્યો છે.