Chaye Wala News

Fastest short news update

લોકોને હવે ધંધા રોજગાર અંગે ચિંતા કરવાની જરૂર નથી, જાણો લોકડાઉન 4.0 અંગેના મોટા નિર્ણયો

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશ ના તમામ મુખ્ય મંત્રીઓને 15 મે સુધીમાં કેન્દ્ર સાથે તેના રાજ્યો ની પરિસ્થિતિયો અને તે રાજ્ય અંગે શુ નિર્ણય લેવા જોયે , તે અંગેની તેની વિસ્તૃત વ્યૂહરચના સુ હોવી જોયે તેની ચર્ચા કરી હતી. જ્યારે કેટલાક રાજ્યોએ લોકડાઉનને લંબાવા ટેકો આપ્યો છે, ત્યારે મોટાભાગના લોકોએ નિયંત્રણો હળવા કરવાની સાથે સાથે રેડ, ગ્રીન , ઓરેન્જ ઝોન જેવા વિસ્તારોના અમુક નિયમો સાથે કેટલી છુટ આપવી તેનો નિર્ણય કેન્દ્ર સરકાર પર છોડ્યો છે . કોવિડ -19 રોગચાળો સામે લડવામાં મદદ માટે ત્રણ તબક્કામાં 54 દિવસનું લોકડાઉન 17 મેના રોજ સમાપ્ત થવાનું છે.

મહારાષ્ટ્ર
મહારાષ્ટ્ર, જેમાં કોવિડ -19 કેસ અને વાયરસના મૃત્યુના સૌથી વધુ કેસ છે, તે 31 મે સુધી મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર), પુના, સોલાપુર, ઔરંગાબાદ અને માલેગાંવમાં કડક લોકડાઉન કરવાના ઇરાદે છે. તેમજ મહારાષ્ટ્ર રાજ્ય સંપૂર્ણ પણે તમામ પ્રકારના આંતર-રાજ્ય અને આંતર-જિલ્લા પરિવહન પર રોક લગાવશે. અધિકારી દ્વારા વધુમાં જાણવા મળ્યું કે બાકીના રાજ્યમાં, કેન્દ્રની માર્ગદર્શિકા લાગુ કરવામાં આવશે, જે 17 મેના રોજ લોકડાઉન 3.0 સમાપ્ત થાય તે પહેલાં જાહેર કરવામાં આવે તેવી સંભાવના છે.

ગુજરાત
બીજા નંબરે આવેલા સૌથી વધારે કેસવાળા ગુજરાત કેન્દ્રોમાં આર્થિક પ્રવૃત્તિ ફરી શરૂ કરવા માગે છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, “જો આપણે લોકોને તેમની નોકરી અને ધંધાથી દૂર રાખીએ તો તે તેમના અને તેમના પરિવારો માટે વિનાશક સાબિત થશે. રાજ્યની આર્થિક સ્થિતિ પણ બગડશે.” હવે, લોકો કોરોનાવાયરસથી ડરીને ઘરે બેસી શકતા નથી. અમારી સરકાર પણ આ જ અભિપ્રાય ધરાવે છે, ”નીતિન પટેલે જણાવ્યું હતું.

દિલ્હી
દિલ્હી સરકારે કેન્દ્રને કરેલી દરખાસ્તમાં બજારો ખોલવા, શોપીંગ કોમ્પ્લેક્સ અને બસો ચલાવવા સાથે કડક રીતે સોશ્યિલ ડિસ્ટન્સીન્ગના નિયમ સાથે મેટ્રો સેવાઓ ચાલુ કરવાનું જણાવ્યું હતું. સરકારના સૂત્રોએ જણાવ્યું હતું કે દિલ્હી સરકારે રાષ્ટ્રીય પાટનગરમાં ફરીથી બાંધકામ પ્રવૃત્તિઓ શરૂ કરી દીધી છે અને દિલ્હીમાં બાંધકામ ઉદ્યોગોને મંજૂરી આપવામાં આવી છે.