Chaye Wala News

Fastest short news update

6 દિવસમાં 6037 ભારતીયોને 31 પ્લેન દ્વારા ભારત પાછા લવાયા -વંદે માતરમ

5 દિવસમાં 6037 વિદેશ ફસાયેલા ભારતીયોને 7 મે 2020 થી લઇ ને આજ સુધી માં એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસની ભારતમાં આવતી ફ્લાઈટ દ્વારા વિદેશ થી ભારત પાછા લવાયા. 7 મે 2020 ના રોજ ભારત સરકાર દ્વારા વંદે મિશનની ની શરૂઆત કરવામાં આવી હતી જેનો હેતુ વિદેશ માં ફસાયેલ ભારતીય નાગરિક ને પરત ભારત પાછા લઇ આવનો છે અને આ કેન્દ્ર સરકાર દ્વારા કરવા માં આવેલી સૌથી મોટી પહેલમાં ની એક છે. આ મિશનની કામગિરી વિદેશ મન્ત્રાલય અને રાજ્ય સરકાર સાથે મળી કરી રહી છે.

હાલ અત્યારે 12 દેશમાંથી ભારતીય મૂળના લોકો ને પરત લેવાની કામગીરી કરી રહ્યું છે.એર ઇન્ડિયા પોતાની સહાયક એર ઇન્ડિયા એક્સપ્રેસ સાથે મળીને આ કામગીરી કરી રહ્યું છે. 12 દેશો ની યાદી માં અમેરિકા, બ્રિટન, બાંગ્લાદેશ, સિંગાપોર, સાઉદી અરબ, કુવૈત, ફિલિપાન્સ, યુનાઇટેડ આરબ અમિરાત અને મલેશિયા નો સમાવેશે થઇ છે. આ બધા દેશો માંથી કુલ 64 ફ્લાઈટ (એર ઇન્ડિયાની 42 અને એર ઇન્ડિયા એક્સપ્રેસની 24) નું મેનેજમેન્ટ કરી રહી છે અને પેહલા તબક્કામાં 14,800 ભારતીયોને પરત લવાયા.

વિદેશમાં ફસાયેલા ભારતીયોને પરત પાછા લાવવા માટે આ મિશન દરમિયાન કામગીરી કરતી વખતે સરકાર અને DGCA દ્વારા નક્કી કરવામાં આવેલા સુરક્ષા અને સ્વચ્છતાના નિયમોનું કડકાઈ થી પાલન કરવામાં આવી રહ્યું છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય, એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને એર ઇન્ડિયાએ ફ્લાઈટ ના સ્ટાફ તેમ જ બીજા કર્મચારી અને યાત્રિયો ની સુરક્ષા અને તેમનું રાખવા માં કોઈ પણ કસર નથી છોડી.

સરકાર દ્વારા જારી કરવામાં આવેલા નિયમોનું પાલન કરીને જ બધી વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

વાચક મિત્રો જો તમને આ આર્ટિકલ ખૂબ જ ગમ્યું હોય તો તેને જરૂર થી શેર કરજો.