Chaye Wala News

Fastest short news update

આર્થિક પેકેજમાં 15000 થી ઓછા પગાર વાળા માટે શુ જાહેરાત થઇ જાણો

ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમનની આજે થયેલી કોન્ફરન્સ માં વડાપ્રધાન દ્વારા બહાર પાડવામાં આવેલા 20 લાખ કરોડ ના પેકેજ નું કઈ રીતે વિતરણ કરવાં આવ્યું છે તેની જાણકારી આપી હતી. તેમને વધુ માં જણાવતા કહ્યું હતું કે અલગ અલગ સમાજના લોકો સાથે વાત ચિત કરીને આ પેકેજ તૈયાર કરવામાં આવ્યું છે.આ આર્થિક પેકેજ દ્વાર દેશની આર્થિક ગતિ વિધિ ને વેગ આપનો હેતુ છે.ભારતને આત્મનિર્ભર બનાવવાનું છે અને આ અભિયાનને આત્મનિર્ભર ભારત અભિયાન કહેવામાં આવી રહ્યું છે.

નાણામંત્રી એ વધુ માં જણાવતા કહ્યું કે જેનો પગાર 15,000 કરતા ઓછો છે તેના પગાર ના 24% સરકાર તેમના PF માં જમા કરશે તેમને વધુ માં જણાવતા કહ્યું કે PF કોન્ટ્રીબ્યૂશન આવતા 3 મહિના સુધી ઓછું કરવામાં આવ્યું છે. સરકાર અને PSU
એ 12 ટકા જ આપવાનું રહેશે.PSU PF ના 12 ટકા જ આપશે, અને કર્મચારીઓએ 10 ટકા PF આપવાનું રહેશે.

આત્મનિર્ભર ભારતનો વિસ્તાર માં મતલબ સમજાવતા ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમન કહ્યું હતું કે, એક સ્વનિર્ભર ભારત ,એક એવો ભારતીય જે ભારતમાં જ ઉત્પાદન કરી ને ખાલી ભારત માં જ નહિ પરંતુ વૈસ્વિક સ્તરે ઉત્પાદનમાં યોગદાન આપે. તેમને વધુ માં જણાવત કહ્યું હતુ કે આ આવનારા દિવસો માં હું આ પેકેજ ની જાણકારી મારી ટિમ સાથે આવી ને આપીશ અને દરોજ આ પેકેજ ની અલગ અલગ જાણકારી આપવામા આવશે.

વધુ માં વિસ્તારમાં જણાવતા તેમને કહ્યું હતું કે, સરકારે નાના ઉદ્યોગો (MSME) માટે 6 મોટા પગલાં લીધા છે. સરકાર નાના ઉદ્યોગોને 3 લાખ કરોડ રૂપિયાની ગેરંટી વગરની લોન આપશે.આર્થિક સંકટ માં ફસાયેલા નાના ઉદ્યોગો માટે 20 હજાર કરોડ રૂપિયાનું પ્રાવધાન કરવામાં આવ્યું છે.દેશના નાના ઉદ્યોગો સક્ષમ છે પરંતુ કોરોના ના કારણે તે લોકો આર્થિક સંકટમાં ફશાય ગયા છે, તેમનો વ્યવસાય વધારવા માટે 10000 કરોડ રૂપિયાના ફંડ્સ ઓફ ફંડના માધ્યમથી સહાય આપવામાં આવશે.

રાજ્યના નાણામંત્રી અનુરાગ ઠાકુર અનુસાર. મધ્યમ, સૂક્ષ્મ, લધુ ઉદ્યોગ, કુટીર ઉદ્યોગ અને ઘરેલૂં ઉદ્યોગ ભારતીય અર્થતંત્રના મૂળ પાયા છે એટલે તેવા ઉદ્યોગો ને વગર કોઈ ગેરેન્ટી આપ્યા વગર લોન આપવા માં આવશે.

બીજું એ પણ જણાવ્યું હતું કે વધુ ઇન્વેસ્ટમેન્ટ વાળી કંપની પણ હવે MSME ના અંડરમાં જ આવશે. પેહલા ઇન્વેસ્ટમેન્ટ ના આધારે નક્કી કરવામાં આવતું હતું પરંતુ હવે ટર્નઓવરના આધારે પણ MSMEની વ્યાખ્યા નક્કી કરવામાં આવશે. પેહલા 25000 સુધીના ઇન્વેસ્ટમેન્ટને નાના ઉદ્યોગો માં ગણવામા આવતું હતું જે હવે 1 કરોડ સુધી કરી દેવાં આવ્યું છે અને તેનું ટર્નઓવર 5 કરોડ સુધી હોય તેવા બધા ઉદ્યોગો હવે MSME ની અંડર માં આવશે એટલે કે માઇક્રો યુનિટની અંદર ગણવામાં આવશે.તેમજ 200 કરોડ સુધીના ટેન્ડર હવે ગ્લોબલ ટેન્ડર નહિ ગણાય જેથી કરીને MSME ને ધન્ધો કરવો સરળ બનશે. આત્મનિર્ભર ભારત હવે મેક ઈન ઈન્ડિયા અંતર્ગત આગળ વધશે.