Chaye Wala News

Fastest short news update

130 કરોડ જનતા ની ચિંતા કરી ને ચુપચાપ ગાળો ખાઈ છે. તમે જ કહો શુ આ માણસ નો વાંક છે?

તમામ લોકો કદાચ એક વાત પર તો સહમત હશે જ કે કોરોના જેવી મહામારી એક સાથે આખી દુનિયામાં કયારેય પણ નથી ફેલાણી આખી દુનિયા ઘરો માં બંધ તેવું તો વિશ્વ યુદ્ધ માં પણ નથી બન્યું. એવા માં કોઈ નથી જાણતું કે આવી પરિસ્થિતિ માં શુ નિર્ણય લેવો કેવા પગલાં ભરવા. આવી પરિસ્થિતિ માં જેને જે યોગ્ય લાગે તેવા નિર્ણય લેય છે પરિસ્થિતિ ને અનુસાર ફરી તેમાં સુધારા કરી ને ફરી નવા નિર્ણય લેવા માં આવે છે. દુનિયા ના બધા જ દેશ અત્યારે આ રીતે જ કરી રહ્યા છે. જેમાં સૌથી વિકસિત દેશોથી લઇ ને પછાત દેશોનો પણ આવી જય છે.

દુનિયામાં બે જ એવા મોટા દેશ છે જેની વસ્તી ખુબ વધારે છે એક તો ચાઇના અને બીજો છે ભારત, ચાઇના જેવા દેશ તો કોરોના સામે લડી ને કોરોના પર કંટ્રોલ કરી લીધો છે હવે બીજો નંબર આપણા ભારત દેશ નો છે. ભારત માં કોરોના સામે લડવા માટે જે પગલાં લેવાય રહ્યા છે તેનું આખી દુનિયાના બીજા બધા દેશો કરી રહ્યા છે તેમજ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એ પણ ભારતમાં જે પ્રકાર ના કોરોનાથી બચવા નિર્ણય લેવાય છે તેના વખાણ કર્યા છે. આવા માં આપણા દેશ ના ઘણા લોકો ને એવું લાગે છે આપણા દેશમાં કોરોના ને લઇ ને યોગ્ય નિર્ણય નથી લેવામાં આવી રહ્યા, અને તેમને જ પૂછવામાં આવે કે તો પછી કેવા પગલાં લેવા જોયે તો તેની પાસે પણ કોઈ જવાબ નથી હોતો.

આવા લોકો ખાલી બેસી ને વાતો જ કર્યા કરતા હોય છે જો તેના ઉપર કોઈ જવાબદારી આપવા માં આવે તો કઈ પણ કરી સકતા નથી. આવા માં એક વક્તિ જેને માથે 130 કરોડ લોકોની જવાબદારી છે, જી હા હું આપડા દેશ ના પ્રધાનમંત્રી શ્રી નરેદ્ર મોદીજીની વાત કરી રહ્યો છુ. આપડા માથે જરાક પણ મોટી જવાદારી આવી જાય તો પુરી કરતા કરતા થાકી જાવ્યાં છે. તેવા માં આ વક્તિ એ તો આખા દેશને પોતાનો પરિવાર માન્યો છે અને તેમની જવાદારી ઉપડાઈ છે તેમની ચિંતા કેટલી મોટી હશે એનો અંદાજો આવી ગયો હશે તમને. આવમાં તે ટીકાકારો પર ધ્યાન દીધા વગર ચૂપ ચાપ તેમનું કામ કરે છે તેઓ તેમના કામમાં વધારે ફોકસ કરે છે તે ભાગ્યે જ જરૂર પડે અને અને સમય સંજોગ અનુસાર ટીકાકારો ને જવાબ આપે છે.

દેશ ના જાણીતા એવામનોચિકિત્સક ડો. મુકુલ ચોકસી જણાવે છે હાલ વડાપ્રધાન દેશને લઇ ને સૌથી વધારે ચિંતામાં છે. તેમના માથે ખુબ મોટી બે ચિંતા ફરી રહી છે દેશના લોકોને કોરોના થી કેમ બચવા અને જલ્દી થી જલ્દી લોકો ના ધંધા અને રોજગાર કેમ ચાલુ કરવા. જો ધંધા-રોજગાર ચાલુ કરી દે તો કોરોના સામે લડવા માં મુશ્કેલી આવે અને કોરોના લીધે ધંધા-રોજગાર બંધ રાખે તો દેશ ના લોકો ની આર્થિક વ્યવસ્થા મુશ્કેલીમાં આવી જાય. આવા મા મારા વ્હલા વાંચક મિત્રો ને વિનંતી છે કે ટીકા કરવાને બદલે આપડે સૌ એ ભેગા થઇ ને આપડા પ્રધાનમંત્રી દ્વારા લેવા માં આવેલા નિર્ણય નું પાલન કરવું જોયે અને તેમને સહકાર આપવો જોયે. જો આવા ખરાબ સમયમાં આપણે બધા સાથે મળી ને નિયમનું પાલન કરશુ તો આપણે જલ્દી થી જલ્દી કોરોના સંકટ થી બહાર આવી જશુ અને આખી દુનિયા માં ભારત દેશ એક મિસાલ તરીકે ઉભરી આવશે જ્યાં અમેરિકા જેવા મોટા દેશો એ ઘૂંટણિયે આવી ગયા છે.

પરંતુ આ બધુ આપણા સાથ અને સહકાર વગર અશક્ય છે. એટલા માટે મારી તમને વિંનતી છે કે સરકારના નિર્ણયને સાથ અને સહકાર આપો અને તેના નિયમ મુજબ નું પાલન કરો તો જ આપણે આ મહામારી થી બચી શકીશુ.