Chaye Wala News

Fastest short news update

મોદીએ જાહેર કર્યું 20 લાખ કરોડનું પેકેજ, નિર્મલા સીતારમણ દ્વારા આજે 4 વાગે કરવામાં આવશે જાહેરાત

નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા આજે ચાર વાગ્યે પ્રેસ કોન્ફરન્સ દ્વારા 20 લાખ કરોડ ના આર્થિક સહાય માં કોને કેટલો લાભ થશે તેની સંપૂર્ણ માહિત આપવામા આવશે.આ આર્થિક પેકેજ ની જાહેરાત ગઈકાલે એટલે કે મંગળવાર ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવા માં આવી હતી.

આ 20 લાખ કરોડ ના આર્થિક પેકેજ સાથે જોડાયેલી વધુ માહિતી આજે સાંજે 4 વાગે નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં કરવામાં આવશે .તેમાં તે જણાવશે કે કયા સેકટરને કેટલી સહાય કરવામાં આવી છે.

કોરોના ની મહામારી ના કારણે દેશ માં છેલ્લા 49 દિવસ થી લોકડાઉન ચાલી રહ્યું છે જેના કારણે દેશ અને દેશ ના લોકો પર આર્થિક સંકટ આવી રહ્યો છે ત્યારે બધા ની નજર સરકાર પર હતી કે દેશને આર્થિક કટોકટીમાં થી બહાર લાવા સરકારે કોઈ આર્થિક સહાય ઘોસણા કરવી જોયે તેવી લોકો રાહ જોય રહ્યા હતા. ગઈકાલ ના રોજ કેન્દ્ર સરકાર દ્વારા આર્થિક પેકેજ ની જાહેરાત કરવામાં આવી છે જેથી દેશ ને થઇ રહી આર્થિક નુકસાનની ભરપાઈ તેમજ દેશ ને ફરીથી ઉભો કરવા માં મદ્દદ રૂપ થશે.

આ 20 લાખ કરોડનું આર્થિક રાહત પેકેજ દેશ ના 10 ટકા જીડીપી જેટલું છે.આ આર્થિક રાહત પેકેજ 2020-21 ના બજેટ કરતા લગભગ ૧૦ લાખ કરોડ ઓછા છે. પ્રધાનમંત્રી એ જાહેરાત કરી કે કુટીર ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ, શ્રમિકો, ખેડૂતો અને મધ્યમવર્ગને વધારે લાભ થશે તેની સાથે દેશ ના ઉદ્યોગો ને પણ સહારો મળશે.

પ્રધાન મંત્રીએ જાણવાયું હતું કે આ 20 લાખ કરોડનું બજેટ દેશના અલગ અલગ વર્ગોને આર્થિક રીતે મદદ રૂપ થશે. ૨૦૨૦માં દેશની વિકાસયાત્રાને આત્મનિર્ભર ભારત અભિયાનને એક નવો વેગ મળશે આ અંગે વિસ્તૃત આજે નાણા મંત્રી નિર્મલા સીતારમણ આપશે.