Chaye Wala News

Fastest short news update

માવા- તમાકુના ગલ્લા ખોલો ડોકટરો એ ખુદ કરી મુખમંત્રી વિજયરૂપાણી ને રજૂઆત – જાણો શા માટે

ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર ખૂબ ઝડપ થી ફેલાઈ રહ્યો છે તેવા માં ગુજરાત માં કુલ કોરોના ના 8544 કેસ છે અને તેમાંથી 513 લોકો ના મૃત્યુ થયા છે અને 2750 લોકો સાજા થઇ ને ઘરે પરત ફર્યા છે. બીજી બાજુ કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉં ખુલવાનો કોઈ નિર્ણય આવ્યો નથી,17 મે પછી કેન્દ્ર સરકાર દ્વારા શુ નિર્ણય આવશે તેની અટકળો ચાલી રહી છે. ગુજરાત માં લોકડાઉંના લીધે લોકો પર તેની શુ અસર પડી રહી છે તેના ઉપર મનોવિજ્ઞાનના 7 અધ્યાપકોએ મુખમંત્રી વિજયરૂપાણીને પત્ર લખ્યો છે.

45000 કરતા વધુ લોકો ઉપર કાઉન્સેલિંગ કરી રાજકોટના મનોવિજ્ઞાનના 7 અધ્યાપકોએ લોકડાઉન દરમિયાન લોકો પર લોકડાઉન ની કેવી અસર પડી છે તેનું તારણ કાઢ્યું છે. આ તારણ પરથી એવો ખુલાસો થયો છે કે લોકડાઉન ના લીધે હવે લોકો ની ધીરજ ખૂટી છે. મનોવિજ્ઞાનના અધ્યાપકોએ મુખમંત્રી વિજયરૂપાણીને પત્ર જણાવ્યું કે બને તો સરકાર લોકડાઉન સિવાય ની કોઈ બીજી યોજના બનાવે.

પત્રમાં વધુમાં જણાવતા લખ્યું છે કે વ્યસની લોકો ની માનસિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે.વ્યસન એક મનોશારીરિક બીમારી છે, અને વધુ લાબું ખેંચવા થી તેની સ્વાસ્થ્ય પર અસર પડે છે.વ્યસની લોકો ને વ્યસન ન મળવાથી તેના પર માનસિક અને શારીરિક અસરો ખૂબ જ ભયાનક આવી શકે છે.સરકારે લોકો પર ભરોસો મૂકી ને થોડી ઘણી છૂટ છાટ આપવી જોયે. મોરબીમાં જેવો બનાવ બન્યો તેવો બનાવ ફરી ન બને તેનો પણ પત્ર માં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

આ કાઉન્સેલિંગ કરનાર રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન વિભાગના અધ્યક્ષ ની યાદી આ મુજબ છે, ડો.યોગેશ જોગાસણ, અમદાવાદના મનોચિકિત્સક ગોપાલ ભાટીયા, હું યોગેશ જોગાસણ, વિદ્યાનગરના મનોવિજ્ઞાનના અધ્યક્ષ સુરેશ મકવાણા, રાજેશ પરમાર, કરસન ચોથાણી, ડો.સુતરીયા અને ડો. મેહુલ એ ભેગા થઇ ને મુખમંત્રી વિજયરૂપાણીને પત્ર લખ્યો હતો.