Chaye Wala News

Fastest short news update

ગુરુવારથી રાજકોટમાં ધંધા-ઉદ્યોગ શરુ, મુખ્યમંત્રી વિજય રૂપાણીની કમિશનરો,પોલીસવડાઓ સાથે બેઠક

કોરોના કહેરના લીધે ગુજરાત રાજ્ય માં કોરોના કેસ દિવસે ને દિવસે વધતાજ જાય છે અને તેની સામે લાડવા સમગ્ર દેશ સહીત ગુજરાત રાજ્ય માં પણ ઘણા સમય થયા લોકડાઉં છે. પણ હવે રાજ્ય માં લોકડાઉં લંબાવું ખુબજ મુકેલી ભર્યું થઇ ગયું છે. લોકડાઉં ના આટલા સમય સુધીમાં ગુજરાત રાજ્ય ની તિજોરી ખાલી થઇ ગઈ છે અને આવક નો સ્ત્રોત પણ લોકડાઉં ના લીધે બંધ થઇ ગયો છે.

કોરોના ના કેસો ની સંખ્યામાં હવે ભાવનગર નો પણ સમાવેશ થઇ ગયો છે. ભાવનગર માં વધુ 2 કોરોના ના પોઝિટિવએ કેસ નોંધાય ચૂકયા છે અને તેની સાથે ગુજરાત માં કુલ કોરોના ના 8544 કેસ છે અને તેમાંથી 513 લોકો ના મૃત્યુ થયા છે અને 2750 લોકો સાજા થઇ ને ઘરે પરત ફર્યા છે.

મુખ્યમંત્રી વિજયરૂપાણી ના સચિવ અશ્વિની કુમાર દ્વારા એવું જણાવા માં આવ્યું છે કે ગુરુવાર થી એટલે તારીખ 17 મે થી રાજકોટ માં કલેકટર ની મંજૂરી થી ઉદ્યોગો ખોલવા દેવામાં આવશે તેમને વધુ માં જણાવતા કહ્યું કે કન્ટેન્મેન્ટ ઝોન માં આવતા વિસ્તારો સિવાયના બીજા વિસ્તારોમાં ઉદ્યોગ ધંધો, ઇન્ડસ્ટ્રીને ફરી થી ચાલુ કરવાની મંજરૂરી ની જાહેરાત ટૂંક સમય માં રાજ્ય સરકાર દ્વારા કરવા માં આવશે.

રાજકોટ જોન ને પેહલેથી જ ઓરેન્જ ઝોનમાં મુકવામાં આવ્યો હતો અને રાજ્ય સરકાર દ્વારા જિલ્લા વહીવટી તંત્રને એવી સૂચના કરવામાં આવી હતી કે એક અઠવાડિયા સુધી કોઈ પણ ઉદ્યોગો ને શરૂ કરવામાં દેવામાં ન આવે તેનું ખાસ ધ્યાન રાખવું વું પરંતુ છેલ્લા એક અઠવાડિયા થી રાજકોટ જિલ્લા માં કોરોના નો એક પણ પોઝિટિવએ કેસ નહિ આવતા એવો નિર્ણય લેવા માં આવ્યો છે કે ગુરુવાર થી રાજકોટ માં ઉદ્યોગો શરૂ કરવાની મંજૂરી આપવામ આવશે.

તેની સાથે વધુ માં જાણવા મળ્યું છે કે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના તમામ કલેકટર તેમ જ , મ્યુનિસિપલ કમિશનરો, જિલ્લા પોલીસ વડાઓ અને રેન્જ આઇ.જી. સાથે વિડીયો કોન્ફરન્સ દ્રારા બેઠક યોજી હતી અને 17 તારીખ ના લોકડાઉન પછી ગુજરાત રાજ્યમાં કઈ રીતે લોકોને છૂટ આપવી અને કઈ કઈ બાબત નું ધ્યાન રાખવું તેની વિગત વાર ચર્ચા પણ કરી હતી. આ વિડીયો કોન્ફરન્સમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ હાજર રહ્યા હતા.