Chaye Wala News

Fastest short news update

મંગળવારથી ટ્રેન શરૂ, વૃદ્ધ હોય કે દિવ્યાંગ ટ્રેન ના ભાડામાં છૂટ નહિ મળે – જાણો કેટલું છે ટ્રેન નું ભાડુ

કોરોના વાઇરસના કારણે સમગ્ર ભારતમાં અત્યારે લોકડાઉન ચાલુ રહ્યું છે. તેવામાં અલગ આલગ રાજ્ય માં ફસાયેલ પરપ્રાંતીય મજુર વર્ગ માટે ખુશીના સમાચાર છે. ભારતીય રેલવે દ્વારા એવું જણાવામા આવ્યું છે કે મંગળવારથી 15 જોડી ટ્રેનો શરૂ કરવામાં આવશે. રવિવાર ના રોજ ભારતીય રેલવે દ્વારા રવિવાર ના રોજ એવું બહાર પાડવા માં આવ્યું કે 12 મેથી નિયમોને આધીન યાત્રી ટ્રેન સેવા શરૂ કરવામાં આવશે પરંતુ આ દરમિયાન ટ્રેન માં ભાડામાં કોઈપણ પ્રકાર ની છૂટ આપવામાં આવશે નહિ.

મંગળવારથી (12 મે) શરૂ થનારી ટ્રેનો નું બુકીંગ 11 મે ના રોજ સાંજે 4 વાગે થી શરૂ થઇ જશે. ભારતીય રેલવે અમંત્રાલય અનુસાર, લોકડાઉના સમય દરમિયાન ચાલનારી ટ્રેનોની ટિકિટ બુકીંગ ગ્રાહકોએ ઓનલાઈન કરવાની રહશે. રેલ્વે સ્ટેશન પર બુકિંગ બારીઓ સંપૂર્ણ રીતે બંધ રહેશે.

ટ્રેનની ટિકિટ માત્ર રેલ્વેની વેબસાઈટ અથવા તો મોબાઈલ એપ્લિકેશન દ્વારા જ બુક થશે.એજન્ટ કે ટિકિટ બારી પરથી ટિકિટ નું બુકીંગ થાશે નહીં.

આ ઉપરાંત કોઈ પણ લોકો ને પ્લેટફોર્મ ટિકિટ મળશે નહિ અને ન તો કોઈ કાઉન્ટર ટિકિટ આપવામાં આવશે. યાત્રી સાથે જનાર લોકોને રેલ્વે સ્ટેશન માં અંદર પ્રવેશવા દેવામાં આવશે નહિ સ્ટેશનની બહારથી તેમને વિદા કરવાના રહેશે.

ટ્રેનોમાં સફર કરનાર યાત્રીને કોઈ પણ જાતની મુસાફરી કોટાનો ફાયદો મળશે નહીં તેની સાથે સાથે તેમને ન તો કોઈ પણ પ્રકારની છૂટ મળશે.

વૃદ્ધ હોય કે દિવ્યાંગ કે મહિલા હોય યાત્રીઓ ને ટ્રેનના ભાડામાં કોઈપણ પ્રકારની છૂટ આપવા માં આવશે નહિ.

આ સમય દરમિયાન ચાલનારી ટ્રેનમાં માત્ર એસી કોચ જ ચાલુ રહેશે સ્લીપર કે જનરલ કોચ ચાલુ રહેશે નહિ અને મુસાફરી નું ભાડું પણ વધારે છે.

ચાલનારી બધી ટ્રેનો નું ભાડું રાજધાનીના ભાડા જેટલું રાખવા આવ્યું છે. ટ્રેન ની ટિકિટ ની કિંમત જાણી જોય ને મોંઘી એટલા માટે રાખવામાં આવી છે કે જેથી કરી ને માત્ર જરૂરિયાત મંદ જ લોકો ટ્રેનમાં મુસાફરી કરે જેના થી સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવામાં પણ સરળતા રહેશે.

જે 30 સ્પેશિયલ ટ્રેનો ચાલવાની છે તેનો રૂટ આ મુજબ છે.ડિબ્રૂગઢં, અગરતાલા, હાવડા, પટના, બિલાસપુર, રાંચી, ભુવનેશ્વર, સિકંદરાબાદ, બેંગલોર, ચેન્નઈ, તિરુવનંતપુરમ, મડગાવ, મુંબઈ સેન્ટ્રલ, અમદાવાદ અને જમ્મુ તવી સુધી ચાલશે .