Chaye Wala News

Fastest short news update

અમદાવાદમાં 334 ‘સુપર સ્પ્રેડર’ છે જાણો ‘સુપર સ્પ્રેડર’ એટલે શુ થાય.

હાલમાં જ ગુજરાતના અમદાવાદમાં જાણવા મળ્યું છે કે અમદાવાદમાં કોરોના વાયરસના 334 ‘સુપર સ્પ્રેડર’ (મોટી સંખ્યામાં બીજા લોકોને સંક્રમિત કરનારા) ની જાણ થઇ છે. જેવી આ માહિતીની ખબર પડી કે એટલે તરતજ એ નિર્ણય લેવામાં આવ્યો કે હાલ 15 મે સુધી કરિયાણા અને શાકભાજીની દુકાનો સદંતર બંધ રહેશે તેવો આદેશ જારી કરવામાં આવ્યો છે. ‘સુપર સ્પ્રેડર’ એટલે કે એક એવું વાહક જે ગમે તેવા રોગનો ફેલાવો ખુબજ ઝડપી અને મોટી સંખ્યા તેમનો ફેલાવો કરી શકે છે. ‘સુપર સ્પ્રેડર’ ની યાદી માં શાકભાજી વિક્રેતા અથવા કરિયાણા કે દૂધની દુકાનના માલિક તેમજ પેટ્રોલ પંપ સહાયક અથવા કચરો એકત્ર કરનારા લોકો હોય શકે તેવું માનવ માવી રહ્યું છે. આ લોકો તેમના કામના કારણે ‘સુપર સ્પ્રેડર’ બની જતા હોય છે અને પોતે તો સંક્રમિત થઇ છે પણ બીજા ને પણ વધુ પ્રમાણ માં સંક્રમિત કરે છે.

ગુજરાતમાં કોરોના વાઇરસ ના જો શનિવાર સુધીના જ આંકડા જોયે તો 7794 પોઝિટિવ કેસ આવી ગયા છે. જયારે કોરોના વાઇરસ ના લીધે 472 લોકોના મોત થઇ ચુક્યા છે જેમાં થી 5540 પોઝિટિવ કેસ તો ખાલી અમદાવાદના જ છે. તેમાંથી અમદાવાદમાં 363 કોરોના વાઇરસ થી સંક્રમિત લોકોના મોત થયા છે.

એક અધિકારી દ્વારા એવું જાણવા મળ્યું છે કે અમદાવાદ શહેર માં 14000 એવા લોકો છે કે જેમનું કોરોના વાઇરસ સંક્રમણનું જોખમ સામાન્ય કરતા ખુબજ વધારે છે. હાલ 3 દિવસ ની અંદર અંદર આ સ્તીથી ની તપાસ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે સાથે અધિકારી દ્વારા એ પણ જાણવા મળ્યું છે કે ઉપ નગરીય વિસ્તારોની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં આ તપાસ હાથ ધરવા માં આવશે.

વધુમાં જણાવતા કહ્યું કે અમદાવાદ નગર નિગમે ‘સુપર સ્પ્રેડર’ ની યાદી માં આવતા લોકોને 20 એપ્રિલથી શોધવાનું અને તેમનું ટેસ્ટિંગ કરવાનું શરૂ કરી દીધું છે.અમદાવાદ નગર નિગમે અત્યાર સુધી માં 3817 નું ટેસ્ટિંગ કરી લીધું છે જેમાંથી 334 કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે. અમદાવાદ વેજાલપુર વિસ્તારમાં કરિયાણા ની દુકાન ના મલિક નો કોરોના પોઝિટિવ કેસ આવતા તેની દુકાન પરથી છેલ્લા 15ની અંદર ખરીદી કરનાર લોકો ઘરમાં જ ક્વોરેન્ટાઈન રહેવાનું કેહવા માં આવ્યું.

ઢોલકામાં પણ એક તરબૂચના વેપારીમાં કોરોના વાયરસનો પોઝિટિવ કેસ આવ્યો અને તેની પુષ્ટિ ‘સુપર સ્પ્રેડર’ તરીકે કરવામાં આવી જિલ્લા વિકાસ અધિકારી મહેશ બાબૂ ના જણાવ્યા અનુસાર આ તરબૂચના વેપારીના સંપર્કમાં 96 લોકો આવ્યા હતા અને આ બધા લોકો ને અત્યારે સેલ્ફ આઈસોલેશનમાં મોકલવામાં આવ્યા છે. આ 96 લોકો ના રિપોર્ટ કરતા તેમાંથી 12 લોકો ના કેસ પોઝિટિવ આવ્યા છે.

ગુજરાતના મુખ્ય સચિવ રાજીવ ગુપ્તા દ્વારા એવું જાણવામાં આવ્યું કે દૂધ અને દવાની દુકાન ને છોડી ને બીજી બધી તમામ દુકાન બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. પાછલા બે દિવસ માં લગભગ 2000 શંકાસ્પદ લોકો નું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે અને બુધવાર સુધી માં બધા જ શંકાસ્પદ લોકો નું ટેસ્ટિંગ કરવામાં આવશે. ત્યાં સુધી શહેર સંપૂર્ણ પણે લોકડાઉં રહેશે.