Chaye Wala News

Fastest short news update

લોકડાઉન અંગે આવી શકે છે મહત્વ નો નિર્ણય PM નરેન્દ્ર મોદીએ કરી બધા રાજ્યોના CM સાથે મિટિંગ.

PM નરેન્દ્ર મોદી દેશમાં કોરોના વાઇરસના ભયના કારણે ચાલી રહેલા લોકડાઉન અંગે આજે સોમવારે દેશ રાજ્યો ના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી હતી. PM નરેન્દ્ર મોદી ની આ મિટિંગ બધા રાજ્યો ના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા કરવામાં આવી હતી.

PM નરેન્દ્ર મોદી આની પહેલા ૨૮ એપ્રિલના રોજ કોરોનાવાયરસ સામે લાડવા લોકડાઉન વચ્ચે ચોથી વખત બધા રાજ્યો ના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યો ને પરિસ્થિતિ ની જાણકારી મેળવી હતી. લોકડાઉન 2.0 ની સમાપ્તિ 3 મે ના રોજ હતી PM નરેન્દ્ર મોદી એની પેહલા જ બધા રાજ્યો ના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી લીધી હતી.

હાલ પણ લોકડાઉન 3.0 ની સમાપ્તિ 17 મે ના રોજ છે તો આજે સોમવારે ફરી PM નરેન્દ્ર મોદી એ બધા રાજ્યો ના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વાતચીત કરી હતી કે 17 મે પછી દેશ કોરોનાથી કઈ રીતે લડે તેની ચર્ચા મુખ્યમંત્રીઓ સાથે કરવામાં આવી હતી.

PM નરેન્દ્ર મોદી લોકડાઉન ને લઇ ને 1 મે ના રોજ કેન્દ્રીય મંત્રીઓ પણ બેઠક યોજી હતી જેમા લોકડાઉનને લઇ સુ નિર્ણય લેવા તેની વિસ્તાર માં ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક માં ગૃહમંત્રી અમીત શાહ, રેલ મંત્રી પિયુષ ગોયલ, નાણા મંત્રી નિર્મલા સીતારમણ, સીડીએસ જનરલ બિપિન રાવત સહિત ઘણા અધિકારીઓ હાજર રહ્યા હતા.

આજે પણ PM નરેન્દ્ર મોદી એ બધા રાજ્યો ના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા જે બેઠક યોજી હતી તેમાં એજ ચર્ચા કરવામાં આવી કે 17 મે પછી લોકડાઉન ખોલવું કે નહિ તેમાં મહારાષ્ટ્ર, તેલંગાણા, પંજાબ અને બંગાળના મુખ્યમંત્રીઓ એ PM નરેન્દ્ર મોદી પાસે લોકડાઉન વધારવા માંગ કરી છે. તેમજ મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરેએ પણ લોકડાઉન વધારવાની માંગ કરી છે. તેમને વધુમાં જણાવતા કહ્યું કે લોકડાઉન આગળ વધારવા સિવાય નો બીજો કોઈ રસ્તો નથી.તેલંગના CM કે.ચંદ્રશેકર રાવ પણ લોકડાઉન વધારવાની માંગ કહ્યું હતું કે પેસેન્જર ટ્રેન ચલાવીને કોરોના ચેપનું જોખમ છે.

રાજસ્થાનના CM અશોક ગેહલોતે એ જાણવાયું હતું કે રેડ ઝોન વાળા વિસ્તારના લોકો ને ગ્રીન ઝોન વાળા વિસ્તારમાં આવા દેનાય મંજૂરી આપવી જોઈએ નહીં.તમિલનાડુના મુખ્યમંત્રી પલનીસ્વામી એદપ્પડી એવું કહ્યું કે જયાંસુધી લોકડાઉન છે ત્યાં સુધી નિયમિત ટ્રેનો અને હવાઈ સેવા શરૂ થવી જોઈએ નહીં.મળતી માહિતી મુજબ જોકે ગુજરાત હવે લોકડાઉન વધારવા માંગતું નથી.

આજે કરી બેઠક માં 4 રાજ્યો ના મુખમંત્રીએ લોકડાઉન વધારવાની માંગકરી.જયારે ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં કોરોના કેસમાં ખુબ વધારો છે છતાં પણ ગુજરાત રાજ્ય એ લોકડાઉન વધારવાની માંગનો વિરોધ કર્યો.

વધુમાં જણાવતા પંજાબના મુખમંત્રી કેપ્ટન અમરિંદરસિંહે એ પણ લોકડાઉન નું સમર્થન કર્યું છે. તેમને કહ્યું હતું કે લોકોનો જીવ બચાવો વધારે મહત્વનો છે અને લોકો ને ત્રણ મહિના સુધી આર્થિક સહાય પણ આપવી જોયે.