Chaye Wala News

Fastest short news update

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ ને છાતી માં દુખાવાના કારણે એમ્સમાં દાખલ કરવામાં આવ્યા

તાજેતરમાં આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ દિલ્હી એમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેમની સ્તીથી સારી હોવાના સમાચાર મળ્યા છે. દિલ્હી એમ્સ તરફથી ટ્વીટર દ્વારા જાણવા માં આવ્યું કે, બેચેનીની ફરિયાદ બાદ તેમને એમ્સમાં માં લેવામાં આવ્યા. અત્યારે તો તેમને તાવ છે. ક્યાં કારણોસર તેમને તાવ આવ્યો છે તેની હાલ તેમની તપાસ કરવામાં આવી રહી છે. અત્યારે જરૂરિયાત પ્રમાણે તેમની સારસંભાળ કરવામાં આવી રહી છે.હાલ ના સમય માં તેમની હાલત સ્થિર છે. ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહને છાતીમા દુઃખાવાની ફરિયાદ ના કારણે રવિવારની રાતે દિલ્હી એમ્સ માં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ ડૉ. મનમોહન સિંહને દિલ્હી એમ્સમાં કાર્ડિયો થોરાસિક વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. એમ્સના ના ડોક્ટરો હાલ તેમની તબિયત પર નજર રાખી રહ્યા છે.પાર્ટી ના વરિષ્ઠ નેતાઓ ને મનમોહન સિંહની અસ્વસ્થ થવાના સમાચાર મળતા તેમના સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે.

મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કમલનાથે ટ્વીટ કરતા જણાવ્યું કે, ‘ હાલમાં જ તેમને ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહની અસ્વસ્થ હોવાની ખબર મળી. હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે જલ્દી થી તેમના સવાસ્થ્ય માં સુધાર આવે અને સ્વસ્થ થઇ ને પાછા ફરે. તેમજ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતે જણાવતા કહ્યું કે ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ ના સવાસ્થ્ય ને લઇ ને હું પરેશાન છું. મારી પણ પ્રાર્થના છે કે તેઓ જલ્દીથી સ્વસ્થ થઈ ને પાછા ફરે. તેની સાથે સાથે જમ્મુ કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે, ‘તેમને આશા છે કે, ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ જલ્દીથી તેમના સવાસ્થય માં સુધાર આવશે અને તે સાજા થઈને પોતાના પરિવાર પાસે પાછા ફરશે. હાલમાં મનમોહન સિંહની હાલત સ્થિર છે.

તેની સાથે સાથે સમાજવાદી પાર્ટી ના સરંક્ષક મુલાયમ સિંહને પણ પેટમાં દુખવાની સાથે તેમને પણ મેદાંતામાં દાખલ કરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાક માં તેમને પણ બીજીવાર હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા. પુત્ર અખિલેશ યાદવ (ભૂતપૂર્વ મુખ્યમંત્રી) અને તેમની પત્ની ડિમ્પલ સાથે હોસ્પિટલ આવ્યા હતા અને હાલ મુલાયમ સિંહ નું સવાસ્થ્ય પણ સ્થિર છે.