Chaye Wala News

Fastest short news update

સેનિટાઈઝરના ઉપયોગ થી આંખો ને થાઈ છે ખુબજ નુકસાન

સેનિટાઈઝર બનાવતી કંપનીઓએ કોરોના વાયરસની મહામારીનો ફાયદો ઉઠાવી ભાવવધારો કરી ને રોકડી કરવાનું ચાલુ કરી દીધુ છે તેવામાં બેંગ્લુરૂના સંશોધકોની એક ટીમે એક રીસર્ચ પછી એવો અહેવાલ બાર પડ્યો છે કે સેનિટાઈઝર નો વધુ પડતો ઉપયોગ કરવાથી આંખ ને ખુબજ નુકસાન થઇ છે. આંખમાં થતો દુખાવો અને જોવામાં પડતી મુશ્કેલી ના આધાર પરથી બેંગ્લુરૂના સંશોધકો રીસર્ચ ટીમે અહેવાલ બહાર પડ્યો.આલ્કોહોલ યુક્ત સેનિટાઈઝર ને કારણે આંખ પર જોખમ ઊભું થયું છે.

જ્યારથી કોરોના વાયરસ નો ભય સમગ્ર દેશ ફેલાય ગયો છે ત્યાર થી જ લોકોના જીવનમાં સેનિટાઈઝર એક ભાગ બની ગયો છે. વારંવાર સેનિટાઈઝર થી હાથ ધોવા એ રોજિંદા જીવનનો એક ભાગ બની ગયો છે. બેંગ્લુરૂની નારાયણ નેત્રાલય નામની એક સંસ્થાના સંશોધકોએ અભ્યાસ કરી ને એક અહેવાલ બહાર પાડ્યો છે. જેમાં આલ્કોહોલ મિશ્રિત સેનિટાઈઝરથી વધુ પડતા હાથ ધોવાથી કે તેનો વધુપડતો ઉપયોગ કરવાથી શુ થઇ છે તેનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. 1 મહિના થી પણ વધારે સમય ગાળામાં જુદી જુદી રીતે પ્રયોગ કરીને જુદા જુદા તારણ કાઢવામાં આવ્યા અને આ પ્રયોગથી કંઇક આલગ જ તરણ જાણવા મળ્યું. સેનિટાઈઝર એરોસોલ ઓક્યુલર સર્ફેસ ડિસિઝ વિષય અંતર્ગત સ્પષ્ટ પણે જાહેર કરવામાં આવ્યું કે તેનાથી આખોને નુકસાન થઇ છે અને આંખમાં દુખાવો થાય છે. આ રિસર્ચ પેપર ઈન્ટરનેશનલ પીર રીવ્યૂ જર્નલે સ્વીકારીને જાહેર કરવામાં આવી.

આ રિસર્ચ ની ટિમ માં વિજ્ઞાનીઓ અને સર્જન કક્ષાના સંશોધકો નો સમાવેશ થયો હતો. માં ડૉ. રોહિત શેટ્ટી, ડૉ. ચિત્રા જયદેવ, ડૉ. શેરોન ડિસોઝા અને ડૉ. પૂજા ખમાર જેવા નામ છે. તેમની સાથે સાથે બીજા પણ સંશોધન કરતા આ રિસર્ચ માં જોડાયા હતા. ડૉ. શેટ્ટીએ કહ્યું હતું કે, આલ્કોહોલ મિશ્રિત સેનિટાઈઝરનો વધુ ઉપયોગ કરવાથી તેમાંથી એરોસોલ પેદા થાઈ છે અને આ એરોસોલ આંખની ચામડીનાં સૌથી ઉપરના સ્તરને નુકસાન કરે છે અને તેના થી એકથી વધારે આડ આશરો આંખને થઇ છે. જેમ કે, એલર્જી અને ઈન્ફેક્શન. આવો જ એક કેસ 26 વર્ષીય મહિલા નો સામે આવ્યો આ કેસ માં મહિલા ને આંખ પટપટાવામા તકલીફ થતી હતી ઉપરાંત આંખમાં બળતરા ની સાથે સાથે આંખ પણ લાલ થઈ ચૂકી હતી. તેની આંખ માંથી કોઈપણ પાણી નીકળતા ન હતા અને તેને કોઈપણ પ્રકારનો મેકઅપ યુઝ ન તો કર્યો છતાં પણ આવું થતું હતું.

મહિલાએ જણાવ્યું હતું કે તે દર કલાકે હાથ થોવા માટે સેનિટાઈઝરનો ઉપયોગ કરતી હતી. પછી રિસેર્ચ ટીમે સેનિટાઈઝર અને આંખ વચ્ચે શુ લિંક છે તેની તાપસ હાથ ધરી રિસેર્ચ ટીમ ને દરોજ ના 8 એવા કેસ જોવા મળતા જેમાં દર્દીની આંખ લાલ થઇ ગઈ હોય અને પછી આ આંકડો 200 ની સંખ્યા સુધી પહોંચી ગયો અને આ તમામ કેસ લોકડાઉં બાદ ના હતા. કોઈ પણ પ્રકાર નું સેનિટાઈઝર હોય તેમાં આલ્કોહોલ મુખ્ય ભાગ છે. આલ્કોહોલ ચામડી માં રહેલા ભેજ ને શોષી લે છે. તેનાથી ચામડી સુકાઈ જય છે.

સેનેટાઈઝર વાપરતી વખતે આટલું ધ્યાનમાં રાખો.

સેનેટાઈઝર વાપરતી વખતે આંખ બંધ રાખો.

સેનિટાઈઝર ને આંખોથી દૂર રાખો.

જરૂર હોય તેટલો જ સેનિટાઈઝરનો ઉપયોગ કરો, વધુ ઉપયોગ કરવો નહિ.

સેનિટાઈઝરનો ઉપયોગ કરતી વખતે બારી, બારણા રાખો હવાનું સર્ક્યુલેશન થવું જોઈએ.

સેનિટાઈઝરનો ઉપયોગ કરતી વખતે AC અને પંખા બંધ રાખો.