Chaye Wala News

Fastest short news update

મોદી સરકાર હવે પોતાની છબી સુધારવા હવે મજૂરો માટે લેશે મહત્વના નિર્ણય

હાલ કોરોના વાઈરસના લીધે દેશ માં બધા લોકો ને ખુબજ તકલીફ પડી રહી છે તેમાં પણ નીચલા વર્ગ ના લોકો અને મજુર વર્ગ ને ખુબ વધારે તકલીફો નો સામનો કરી રહ્યા છે. 25 માર્ચ થી સમગ્ર દેશ લોકડાઉન ના લીધે બંધ છે હાલ 4 મે થી ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં વિસ્તારિત માં થોડીક છૂટછાટ આપવામાં આવી છે. આવા લોકડાઉન ના સમય માં અલગ અલગ રાજ્યમાં મજુર વર્ગ અને તેના દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે અને તેમને પોતાના વતન પાછા જવાની માંગ સાથે પૂરતો ખોરાક પણ નથી મળી રહ્યો જેના કારણે મજુર વર્ગ વિરોધ પ્રદશન કરવા રસ્તા પર આવી ગયા છે. વિપક્ષ પણ આ મુદ્દાને લઇ ને કેદ્ર સરકાર પર સતત આરોપો કરી રહી છે.

મે મહિના માં કેન્દ્રમાં રહેલી મોદી સરકાર નો એક વર્ષ પૂર્ણ થવા માં આવશે.સરકારી સૂત્ર પર થી એવું જાણવા મળ્યું છે કે કેન્દ્ર સરકાર પોતાની છબી સુધારવા એક પ્રકાશિત બહાર પાડશે જેમાં કેન્દ્ર સરકારે કરેલા તેમજ રાજ્ય સરકારે તેમજ તમામ મંત્રાલયોની કરેલી કામગીરી અંગે વિગતવાર એ પ્રકાશિત માં છાપવા માં આવશે જેથી લોકો ને જાણ થાય કે સરકાર ગરીબ, મહિલાઓ, ખેડુતો અને યુવાનો શુ કર્યું છે.

આ પ્રકાશિત માં કેન્દ્ર સરકારે પ્રવાસીઓ માટે પણ શુ કર્યું છે તેની પણ જાણકારી આપવામાં આવશે. આ પ્રકાશિત બહાર પાડવાનો મુખ્ય હેતુ કેન્દ્ર સરકારે કરેલા કામ અને તેની સિદ્ધિઓ દેશ ના ખૂણે ખૂણે સુધી પોહચે તેના માટે નો છે. ઘણા રાજ્યોમાં ફસાયેલા મજુર વર્ગ માટે વપક્ષ સતત મોદી સરકાર પર પ્રહારો કરી રહી છે. વિપક્ષો મોદી સરકાર ઉપર પ્રહારો કરતા જણાવે છે કે સરકારની નિષ્ફળતા ના કારણે મજુર વર્ગ પાસે જરૂરી સાધન ન હોવાથી હજારો કિલોમીટરની મુસાફરી કરવાની ફરજ પડે છે.

આ લોકડાઉનના સમયમાં ઘણા મજુરના અકસ્માતના લીધે મૃત્યુ થયા છે. હાલ માં, ઓરંગાબાદ જિલ્લામાં વતન પાછા ફરી રહેલા 16 મજૂરો ટ્રેનની ઝપેટમાં આવવા ના કારણે મોત થયું હતું. કામદારો ની વતન જવાની માંગ સાથેના પ્રદશનો જયારે વધી ગયા પછી કેન્દ્ર સરકારે વતન પાછા મોકલવા ‘શ્રમિક સ્પેશિયલ’ ટ્રેનો ચલાવી છે. લગભગ 100 થી વધી ટ્રેનો ચાલી ગઈ છે અને હાલ પણ ટ્રેનો દ્વારા પાછા મોકલવાની પ્રક્રિયા શરૂ જ છે.