Chaye Wala News

Fastest short news update

હાર્દિક પટેલના આંદોલનના કારણે IIM અમદાવાદમાં બિનઅનામત વિદ્યાર્થીઓને 10 સીટ મળશે

બિનઅનામત કેટેગરીના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે. IIM અમદાવાદ જેવી દેશ ની ટોચની કોલેજમાં બિનઅનામત કેટેગરીના વિદ્યાર્થીઓ ને મળશે હવે સીટ. 2015 માં ગુજરાતમાં પાટીદાર આંદોલન થયું હતું જેમ મુખ્ય લીડર તરીકે હાર્દિક પટેલ હતા અને હવે તેની મેહનત સફળ બની છે. 2015 થી 2017 ના સમય ગાળા દરમિયાન હાર્દિક પટેલએ ભાજપ તેમજ કેન્દ્ર સરકારની ઊંઘ હરામ કરી દીધી હતી. તેને સમગ્ર પાટીદાર સમાજ માટે અનામતની માંગણી કરી હતી.

હાર્દિક પટેલ ના આંદોલનના લીધે 2017 માં ગુજરાતમાં ભાજપ સરકારે ઘણી બધી સીટો ગુમાવી પડી હતી.ગુજરાત તથા બીજા રાજ્યો માં પણ આ પ્રકારની માંગના કારણે સરકારે 2019 માં 10% EWS ક્વોટા બહાર પડ્યું . જેમાં સવર્ણ સમાજ અને બિનઅનામત કેટેગરીના ઉમેદવારો નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે હવે દેશ ની ટોચ ની IIM કોલેજમાં માં પણ EWS કેટેગરીના વિદ્યાર્થીઓ માટે ની સીટ જાહેર કરવામાં આવી છે.

એમએચઆરડી – માનવ સંસાધન વિકાસ મંત્રાલય ની માર્ગદર્શિકાને પગલે IIM અમદાવાદ એવો નિર્ણય લીધો કે શૈક્ષણિક વર્ષ 20-21 માં આર્થિક રીતે નબળા વર્ગ (EWS) માટે 10 સીટ રાખવા માં આવશે. બી-સ્કૂલના અધિકારીઓને એવું જણાવા માં આવ્યું હતું કે IIM અમદાવાદ ફ્લેગશિપ પીજીપી એમબીએ કોર્સ માટે શૈક્ષણિક વર્ષ 20-21 માં આ સીટો લાગુ પડશે. સંસ્થાએ પહેલેથી આ રીતની 10% ના આંકડા સુધી બેઠકો વધારવાની જે માળખાગત સુવિધાને અનુરૂપ હોય તેમાટે ની રજૂઆત કરી હતી.

શુક્રવાર ના રોજ IIM અમદાવાદ દ્વારા 430 ઉમેદવારોને પ્રવેશ ફોર્મ આપવામાં આવ્યા હતા. IIM અમદાવાદ ના અધિકારીયો એવું જણાવા માં આવ્યું કે આ વર્ષે બેચનું કદ 395 હશે. તેની સાથેજ વિદ્યાર્થીઓએ એન્જિનિયરિંગની બેચનો ડિમાન્ડ નો દબદબો ચાલુ રાખ્યો છે.આ વર્ષ ની ઉમેદવારી ની લિસ્ટ માં 79% ઉમેદવારો એન્જિનિયરિંગ ના છે જે ગયા વર્ષે પણ આટલા જ હતા.