Chaye Wala News

Fastest short news update

લોકડાઉન ના કારણે માવા-ગુટખા અને સોપારીના ભાવ માં થયો અધધ વધારો

લોકડાઉન ની શરૂઆત થઇ ત્યારથી લઇ ને અત્યાર સુધી તમાકુ, સોપારી, સિગારેટ, ગુટખાના ભાવ દિન પ્રતિદિન વધતા જ જાય છે. જેમ જેમ લોકડાઉન વન, ટુ, થ્રી જાહેર કરવામાં આવ્યું તેમ તેમ ભાવમાં વધારો થતો જોવા મળ્યો છે. 5 રૂપિયા ની ગુટખાની પડીકી ના અત્યારે 20થી 25 રૂપિયા થઇ ગયા છે. સોપારી અને સિગારેટ તેમજ તમાકુના ભાવ માં પણ આશરે 3 ગણો વધારો જોવા મળ્યો છે અને તેમ છતાં વ્યસનના બંધાણી આટલો ભાવ ચૂકવા છતાં પણ તમાકુ, સોપારી, સિગારેટ, ગુટખા મળવું મુશ્કેલ બની ગયું છે.

જોકે સુરત ની વાત કરીયે તો સુરત માં લોકડાઉન પહેલા વિમલ ગુટખા ની પડીકી નો ભાવ 5 રૂપિયા હતો લોકડાઉન પછી તેનો ભાવ વધી ને 10 રૂપિયા થઇ ગયો હતો અને લોકડાઉન ના બીજા તબક્કા માં આ ભાવ વધી ને ત્રણ ગણો થઇ ગયો એટલે કે 15 રૂપિયા થઇ ગયો.

લોકડાઉન ત્રણ ની જાહેરાત સાથે જ આ ભાવ માં 4 થી 5 ગણો વધારો જોવા મળ્યો એટલે કે આ ભાવ 20 રૂપિયા થી લઇ ને 25 રૂપિયા થઇ ગયો આને આમ છતાં આ ભાવ ચૂકવા છતાં વિમલ મેળવી મુશ્કેલ થઇ ગઈ છે.

તમાકુમાં પણ એવી સ્થિતિ છે અત્યારે ઓરિજિનલ તમાકુ તો મળતી જ નથી અને ડુબ્લીકેટ તમાકુ ના ભાવ માં પણ વધારો જોવા મળ્યો છે સામાન્ય રીતે મળતી 80 રૂપિયાની વસ્તુ નો ભાવ અત્યારે 250 થી 400 રૂપિયા માં મળે છે.

સોપારીમાં પણ એવું જ જોવા મળ્યું છે. લોકડાઉન એક અને બે સુધીમાં સોપારીનો ભાવ 2 થી 3 ગણા થઇ ગયા હતા. સામાન્ય રીતે સોપારી નો ભાવ 400 રૂપિયામાં 1kg મળે છે તેનો ભાવ વધી ને હાલ 1000 થી 1200 રૂપિયા માં મળવા લાગી છે. સિગારેટની વાત કરીયે તો તેમાં પણ એવી જ છે. સામાન્ય રીતે મળતી સિગારેટ નો ભાવ 10 રૂપિયા હોય છે અત્યારે એ જ સિગારેટની 40 રૂપિયા માં મળે છે મતલબ કી 4 ગણો ભાવ વધારો જોવા મળ્યો.

આટલો બધો ભાવ હોવા છતાં લોકો તમાકુ, સોપારી, સિગારટ, ગુટખા ખરીદવા માટે પડાપડી કરે છે. એનું કારણ એ છે કે જયારે લોકડાઉં ની શરૂઆત થઇ તયારે લોકો ને આમ હતું કે થોડાક દિવસ માં ખુલે જશે એટલે ત્યારે આટલી બધી ડિમાન્ડ નોતી અને વેચવા વાળા પાસે સામાન પણ પૂરતો હતો પણ જેમ જેમ લોકડાઉં લંબાવા માં આવ્યું તેમ તેમ લોકો ભયમાં આવી ગયા અને ડિમાન્ડ વધી લોકો સ્ટોર કરવા લાગ્યા એની સામે વેચવા વાળા પાસે માલ ઓછો થાતો ગયો એટલે ભાવમાં વધારો થતો ગયો. અર્થશાસ્ત્ર ના નિયમ મુજબ સપ્લાય કરતા ડિમાન્ડ વધારે હોય એટલે ભાવમાં વધારો થઇ જ એ સ્વભાવિક વાત છે.