Chaye Wala News

Fastest short news update

દેશ માં કોરોના કારણે કેન્દ્ર સરકાર 12 લાખ કરોડ રૂપિયા ની લોન લેશે.

કેન્દ્રએ કોરોના સંકટને ધ્યાનમાં રાખીને અને આ હાલની પરિસ્થિતિનેમાં રાખીને કેન્દ્ર સરકારે ઉધાર કેલેન્ડર માં વધારો કર્યો છે. હાલમાં સરકારે ચાલુ વર્ષમાં 1200 હજાર કરોડ રૂપિયા નો ઉધાર લેવાની તૈયારી કરી છે. આ નાણાંકીય રકમ પૂર્વ નિર્ધારિત કરેલી રકમ કરતા 4.20 લાખ કરોડ રૂપિયા વધારે છે. નાણાં મંત્રાલય મુજબ, 11 મે થી લઈને 30 સપ્ટેમ્બર સુધી છ મહિનામાં કુલ 6 લાખ કરોડ રૂપિયા બાઝાર માંથી ઉધાર લેવામાં આવશે. સરકારે સુધારેલા ઉધાર કેલેન્ડર મુજબ કેન્દ્ર સરકાર સિક્યોરિટી કે બોન્ડ જાહેર કરીને રૂપિયા એકત્રિત કરશે.સૂત્રો મુજબ, ચાલુ નાણાકીય વર્ષના બાકીના છ મહિનાની અંદર, સરકાર લગભગ દર અઠવાડિયે ત્રીસ હજાર કરોડ રૂપિયા ભેગા કરશે.

અગાઉના ઉધાર કેલેન્ડર મુજબ, આ રકમ નો જથ્થો 19,000 – 21,000 કરોડ રૂપિયા હતો. નિષ્ણાતો અનુસાર, બેન્કિંગ સિસ્ટમમાં પર્યાપ્ત લિક્વિડિટી હોવા થી તથા લોન માટેની માંગના અભાવને કારણે સરકારને આ ઉધારી ના કાર્યક્રમમાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની સલાહ લીધા પછી ઉધારી કેલેન્ડરને વધારવાની પસંદગી કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર આ મામલે જાણકારી છે.

કોરોના સંકટ અને દેશમાં ઘણા લાંબા સમયથી ચાલી રહેલા કોરોના વાયરસ ના લીધે લોકડાઉનના કારણે સરકાર પર નાણાકીય દબાણ વધતું જાય છે. લોકડાઉનના કારણે દેશમાં આર્થિક પ્રવૃત્તિઓ ફરી અટકી ગઈ છે. જેના કારણે સરકારની આવકમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે અને તે થી જ સરકાર પાસે ઉધારી સિવાય નો બીજો કોઈ વિકલ્પ નથી.

થોડાક જ દિવસો માં સરકાર વિવિધ ક્ષેત્રો માં અને આર્થિક પ્રવૃત્તિઓ માટે નાણાકીય ઉધારી પ્રદાન કરી શકે છે. ચાલુ નાણાકીય વર્ષના બાકીના છ મહિનાની અંદર, સરકાર લગભગ દર અઠવાડિયે ત્રીસ હજાર કરોડ રૂપિયા ભેગા કરશે.સરકારી બોન્ડ અને સિક્યોરિટીના આધારે રકમ ભેગી કરશે.