Chaye Wala News

Fastest short news update

લોકડાઉનમાં ઈંગ્લેન્ડનો યુવક પોરબંદર માં ખેતી કામ શીખે છે

હાલ ના સમય માં આપણી ભારતીય સંસ્કૃતિ એટલી વિશ્વ પ્રખ્યાત થઇ ચુકી છે ઘણી વાર એવું બંને છે કે વિદેશની વ્યક્તિઓ ભારતીય સંસ્કૃતિથી પ્રભાવિત થઈને અહીં જ રહી જાય છે. આવી જ એક ઘટના પોરબંદર માં થઇ છે ઇંગ્લેન્ડથી તેના મિત્ર સાથે લગ્નમાં જોડાવા માટે આવેલા એક યુવક હાલ ભારતમાં લોકડાઉંના કારણે તેના દેશની પાછો જય શક્યો ન હતો, જોકે તેણે આ સમય નો સદુપયોગ કરતા ખેતીવાડી નું કામ શીખવાનું શરૂ કરી દીધું છે. ઉપરાંત, તેને ખેતીકામ કરીને પોતાનું દસ કિલોગ્રામ જેટલું વજન પણ ઓછું કરી લીધું છે અને હાલમાં તે ખેતરના કામ કરી ને ખુબ આનંદિત છે.

એક અહેવાલ મુજબ , ઇંગ્લેન્ડના કેમ્બ્રિજમાં રહેતો ઝોન યુ નામનો એક યુવાન પોરબંદરમાં તેના મિત્ર રામ મોઢવાડિયા સાથે સાત માર્ચે ઈંગ્લેન્ડથી તેના મિત્ર રામ મોhવાડિયા સાથે એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે આવ્યો હતો. પોરબંદર માં આવતાની સાથે જ તેને સ્થાનિક ખેડૂતોને ખેતી કરતા જોઈ તેને પણ કુદરતી વાતાવરણમાં ખેતી કરવાનું મન થઇ ગયું હતું અને તેને પણ સ્થાનિક ખેડૂતો સાથે આવા કુદરતી વાતાવરણમાં ખેતીનું કામ શીખવાનું ચાલુ કરી દીધુ હતું અને થોડાકજ દિવસમાં તેણે જાયે ખેતી શીખી લીધી હતી. ઝોન યુ નામનો આ યુવક ખેતર માં મરચાં રોપે છે , ભેંસને પાણી નવડાવે છે અને પશુઓ માટે લીલો ઘાસચારો વાઢે છે તેમજ તે ફિલ્ટરના પાણી ના બદલે માટલાનું ઠંડુ પાણી પીવાનું પસંદ કરે છે. આમ એવું કહી શકાય કે ઇંગ્લેન્ડનો એક યુવાન ગુજરાતના પોરબંદર નો ખેડૂત બની ગયો છે અને ઝોન યુ નામનો આ યુવાન મુળ ખેડુતો દ્વારા ભુરાભાઇ તરીકે ઓળખાઈ છે. તેને ખેતીની સાથે સૌરાષ્ટ્રની લોકોની સંસ્કૃતિ વિશે જાણવાની આતુરતા હોવાથી, તે સૌરાષ્ટ્રની સંસ્કૃતિથી ધીરે ધીરે પરિચિત થઇ રહ્યીયો છે એની સાથે સાથે તે રાસ-ગરબા અને મણિયારો રાસ પણ શીખી રહ્યો છે.

જ્યારે હું ઇંગ્લેંડથી પોરબંદર આવ્યો ત્યારે આરોગ્ય વિભાગના કર્મચારી દ્વારા મારી બે વાર તપાસ પણ કરવામાં આવતી હતી અને તે સમયે મને આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા નિયમ નું પાલન કરવાની સાથે ઘરમાં જ રેહવાનીસલાહ આપી હતી,” હાલ ટીવી પર ચાલી રહેલી રામાયણ અને ક્રિષ્ના સીરીયલ પણ જોવ છું જેના થી હું ભારતીય સંસ્કૃતિ ને વધારે થી વધારે જાણી શકું . આ ઉપરાંત હું ખેતીવાડી શીખી રહ્યો છું. હું હિન્દી શોલે મૂવીઝ અવારનવાર જોઉં છું અને આ ઉપરાંત મિત્રો સાથે સોશિયલ ડિસ્ટન્સ અંતર નું પણ ધ્યાન રાખું છું.