Chaye Wala News

Fastest short news update

AIIMS ડિરેક્ટરે જાણો ગુજરાત રાજ્યની કોરોનાની સ્થિતિ પર શુ કહ્યું

હાલ થોડા સમય પેહલા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ગુજરાતમાં ચાલી રહેલી કોરોનાની સ્તીથી નું નિરીક્ષણ કરવા માટે દેશ ની શ્રેષ્ઠ તબીબોની ટીમ મોકલવા પાત્ર લખી રજૂઆત કરી હતી. AIIMS નવી દિલ્હીના ડિરેકટર અને વરિષ્ઠ તબીબ ડૉ. રણદીપ ગુલેરીયા અને ડૉ. મનીષ સુનેજાએ અમદાવાદ ની સિવીલ હોસ્પિટલની આજે વિઝીટ લીધી હતી. ગુજરાત માં કોરોનાની સ્તીથી દેખરેખ માટે ખાસ નીમાયેલા પંકજકુમારે અને મુખ્ય સચિવ આ બન્ને તબીબો સાથે ચર્ચા વિચારણા કરી હતી.

કોરોનાથી અસરગ્રસ્ત પામેલા અને તેની સારવાર લેતા દર્દીઓ જલ્દી થી જલ્દી સાજા થાય, દર્દીઓને અપાતી સારવાર પદ્ધતિ અંગે વરિષ્ઠ તબીબોના આ રોગ અંગેના અનુભવો અને જાણકારી અંગે ચર્ચા કરી હતી.આ મિટિંગ પછી AIIMS ડિરેક્ટર ડૉ.રણદીપ ગુલેરીયાએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે કોરોના વાયરસ સામે લાડવા જે રીતના પ્રયત્નો કરી રહી છે તે ખુબજ પ્રસંસનીય છે સાથે સાથે ગુજરાત રાજ્ય સરકારે કોરોના વાયરસ સામે લાડવા બધીજ વસ્તુનું ખુબ જીણવક્તા પૂર્વક ધ્યાન રાખ્યું છે.

ઉપરાંત અહીંની હોસ્પિટલ ના આરોગ્ય તબીબો એ ખૂબ સરસ રીતે દર્દીઓની સેવા સારવાર કરી છે. ખુબજ ટૂંકા સમય માં 1200 બેડ ની વ્યવસ્થાનું માળખું ઉભું કરવામાં આવ્યું છે જે ખુબ જ પ્રસંસનીય વાત છે અને આ દેશ માટે ખુબ જ ગૌરવ ની વાત છે.

ઉપરાંત રાજ્યના અન્ય ખાનગી અને સરકારી તબીબો સાથે પણ વાર્તાલાપ કર્યો હતો.કોરોના સામે લડી રહેલા ફ્રન્ટલાઈન વોરિયર્સ જેવા કે પોલીસ ક્રમી અને અન્ય કર્મચારી સાથે પણ મુલાકાત લઇ ને વધુ માહિતી મેળવી હતી. વધુ માં જણાવતા કહયું હતું કે લોકો ને કોરોના વાઇરસથી ડરવાની જરૂર નથી પરંતુ તેના થી સાવચેતી રાખવાની ખાસ જરૂર છે. જો વાઇરસને લગતા કોઈ પણ લક્ષણ જણાય તો તુરંત તેને ચેકઅપ કરવો જોયે. મોટી ઉમર ના લોકો અને આ વાઇરસથી ચેપ પામેલા લોકો જયારે સંક્રમિત થયાના વધુ દિવસો પછી જયારે દાખલ થાઈ છે ત્યારે તેમની મુશ્કેલી વધી જાય છે એ પણ એટલું સત્ય છે.