Chaye Wala News

Fastest short news update

પંજાબમાં ભારતીય વાયુસેના નું ફાઇટર પ્લેન ક્રેશ થયું

હાલ ભારત દેશ કોરોના સામે લડી રહ્યો છે તેવામાં પંજાબમાં ભારતીય એરફોર્સ નું ફાઈટર પ્લેન ક્રેશ થયું. નવાંશહર જિલ્લાના ચુહાડપુરમાં શુક્રવારે બપોર ના રોજ મિગ-29 ફાયટર પ્લેન ક્રેશ થઈ ગયું. જોકે આ ક્રેશ માં પાયલટ બચી ગયો છે સમય સંજોગ અનુસાર તે પ્લેન માંથી નીકળી ગયો હતો પરંતુ પાયલટ એમ. કે. પાંડેયની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે અને વધુ સારવાર માટે તેમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ભારતીય એરફોર્સ નું ફાઈટર પ્લેન (મિગ-29) ક્રેશ થતા જ આસપાસના ગામના લોકો ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા અને ત્યાર પછી જિલ્લા અને પોલીસ પ્રશાસનના અધિકારી પણ ઘટનાસ્થળ દોડી આવ્યા હતા અને સમગ્ર ઘટના ની જાણ ભારતીય વાયુસેનાને આપવામાં આવી.

જેણે પણ આ ફાઈટર પ્લેન (મિગ-29) ને ક્રેશ થતા જોયું તેને જણાવ્યું કે ,બપોરે 11 વાગ્યે આકાશમાંથી આગનો ગોળો નીચે પડતો દેખાતો હતો અને સીધો ખેતર માં પડ્યો લોકો ખેતર તરફ ભાગ્યા અને જોયું તો ખબર પડી કે ત્યાં એક વિમાન પડ્યું છે અને તેમાં આગ લાગી રહી છે ને વિસ્ફોટ થઈ રહ્યા છે. ખેતર માં પણ તેના કારણે આગ લાગી ગઈ હતી. સ્થાનિક લોકો એ આ અંગે પોલીસ અધિકારીને જાણ કરી અને પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા છે.

વધુ માં જાણકારી મળતા એવું જાણવા મળ્યું કે , આ વિસ્તાર ભારત-પાકિસ્તાન સરહદ પર સ્થિત છે અને પઠાનકોટ, આદમપુર સહિત ઘણા બધા એરબેઝ આસપાસ છે. સામાન્ય રીતે ફાઈટર પ્લેનનું સમય દર સમયે ટેસ્ટિંગ અને ટ્રેનીંગ થતી રહે છે. આથી એવું અનુમાન લાગવામાં આવ્યું છે કે આ ફાઈટર પ્લેન (મિગ-29) પણ ટ્રેનિંગ દરમિયાન કોઈ ટેકનિકલ ખામી ના કારણે ક્રેશ થઈ ગયું હશે.