Chaye Wala News

Fastest short news update

17 તારીખ પછી લોકડાઉન ખુલશે કે નહિ જાણો કેન્દ્રીયમંત્રી પ્રકાશ જાવડેકરે શુ કહ્યું.

પ્રકાશ જાવડેકર સૂચના તેમજ પ્રસારણ મંત્રી છે તેને કહ્યું હતું કે, હાલ બધી બાબતો નું ધ્યાન રાખી ને જ છૂટ આપવામાં આવી રહી છે અને 17 તારીખ બાદ પણ અલગ અલગ જોન ની પરિસ્થિતિ ને ધ્યાન માં રાખી ને નિર્ણય લેવામાં આવશે. હાલ અત્યારે સોશ્યિલ ડિસ્ટન્સીન્ગ જ એક માત્ર વાયરસથી બચાવનો એકમાત્ર ઉપાય છે. પ્રકાશ જાવડેકર વન તેમજ પર્યાવરણ મંત્રી પણ છે પ્રદૂષણ ઘટવાથી તે ખુબજ ખુશ પણ છે. તેને વધુ માં જણાવતા કહ્યું કે હંમેશાં આવી પરિસ્થિતિ નથી રેહવાની અને તેની સામે લાડવા માટે કરી રહેલા પ્રયત્નો ની પણ વિસ્તૃત ચર્ચા કરી હતી.

તેમને જયારે વિસ્તાર માં પૂછવામાં આવ્યું કે, વારંવાર લોકડાઉન શા માટે લંબાવામાં આવે છે તો તેને જણાવતા કહ્યું કે આખા વિશ્વ માં અત્યારે આમ જ થઇ રહ્યું છે આ એક અણધારો સંકટ છે અને અપડે બધા એ મળી ને આમાંથી બહાર નીકળવા નું છે. અમેરિકા અને સિંગાપોરમાં પણ આજ રીતે ઘણા ચરણોમાં લોકડાઉન કરવા માં આવ્યું છે, અમુક રાજ્યોમાં લોકડાઉન લાગ્યું, અમુક રાજ્યોમાં નહીં. આ બાબતે ભારતે અન્ય દેશોની સરખામણીમાં કોરોનાને કાબૂમાં કરવામાં ખૂબ સારી સફળતા મેળવી છે.આપણા એક્સપર્ટો રોજ નિરીક્ષણ કરે છે અને તેના આધારે જરૂરી પગલાં ઉઠવા માં આવે છે. લોકડાઉન સ્ટેપ બાય સ્ટેપ લાગ્યું અને એ જ રીતે ઉઠવામાં પણ આવશે.

જ્યારે પ્રકાશ જાવડેકર ને વધુ માં પૂછવામાં આવ્યું કે લોકો માં કોરોના ને લઇ ને કેટલી જાગૃતિ આવી છે તો તેમને જણાવ્યું કે, અત્યારે લોકો માં સજાગતા દેખાઈ રહી છે લોકો માસ્ક પહેરવા માંડ્યા છે અને માસ્ક ના હોય તો રૂમાલ બાંધી રહ્યા છે. સેનિટાઈઝર ના હોય તો સાબુ વડે વારંવાર હાથ ધોઈ રહ્યા છે. લગભગ 90% લોકો એ લોકડાઉનનું પાલન કર્યું છે તકલીફ માત્ર એક વસ્તુ ની છે જે છે સોશિયલ ડિસ્ટન્સિંગ લોકો જો લોકો ભીડવાળી જગ્યા પર 5-6 ફૂટનું અંતર જાળવી રાખે તો આ વાયરસ ને ખુબજ સરળતા થી હરાવી શકાય છે.

તેમને જયારે દેશ ના GDP ને વિશે પૂછવામાં આવ્યું કે દેશ ના GDP ને આના થી કેટલું નુકસાન થશે? તો તેને કહ્યું કે આ સમય આકલનનો નહીં, જીવ બચાવવાનો સમય છે અને કોરોના બાદ ભારત એક સાથે આર્થિક રીતે ઉભું થશે અને વડાપ્રધાન લોકોની જરૂરિયાત ને લઇ ને જ નિર્ણય લેય છે.