Chaye Wala News

Fastest short news update

કોરોનાથી બચવા અમેરિકા હવે હિન્દુ પ્રાર્થના ના સહારે, BAPSએ ‘ઓમ શાંતિ’ શ્લોક સાથે કરી વ્હાઈટ હાઉસ માં પ્રાર્થના

અમેરિકા માં મે 7, 2020 ના રોજ રાષ્ટ્રીય પ્રાર્થના દિવસમાં ભાગ લેવા માટે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાને વોશિંગ્ટન ડીસીના વ્હાઇટ હાઉસ ખાતેના રોઝ ગાર્ડનમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. આમંત્રણ આપવાનો મુખ્ય હેતુ એ હતો કે કોરોનાથી અસરગ્રસ્ત દર્દીઓ, બહાદુર ફ્રન્ટલાઈન કોરોના વોરીયર્સ જેવા કે આરોગ્યકર્મીઓ ની સલામતી અને અમેરિકા માં ફરી થી સુખ અને શાંતિ સ્થપાઈ તેના માટે ની પ્રાર્થના કરવા માટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એ હિંદુ સંસ્થા તરીકે BAPSને આમંત્રણ આપ્યું હતું.

આ પ્રાર્થના દિવસ નો આરંભ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ માઇક પેંસે તેમની પ્રાર્થના થી કર્યો હતો અને ત્યાર પછી આમંત્રિત ધાર્મિક નેતાઓની પ્રાર્થનાઓ કરી હતી જેમાં ચાર મોટા ધર્મો ના આગેવાનો હાજર રહ્યા હતા. ખ્રિસ્તી, હિન્દુ ધર્મ, યહુદી અને ઇસ્લામ ધર્મ ના આગેવાનો ને પણ ઉપસ્થિત રહેવાનું આમંત્રણ હતું .

આ પ્રાથના સભામાં હિન્દૂ ધર્મ ના પ્રતિનિધિ તરીકે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) ને આમંત્રણ આપવામાં આવ્યું હતું. બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) ના તરફથી પ્રાથના સભામાં હરીશ બ્રહ્મભટ્ટ હિન્દૂ ધર્મ ના પ્રતિનિધિ તરીકે હાજરી આપી હતી અને હરીશ બ્રહ્મભટ્ટ યજુર્વેદમાંથી શાંતિની પ્રાર્થના કરી હતી. હરીશ બ્રહ્મભટ્ટ એ પ્રાથના સભામાં જણાવતા કહ્યું કે આ શાંતિની પ્રાર્થના યજુર્વેદમાંથી લેવામાં આવી છે. હાલના સમયમાં COVID-19ના કારણે લોકો અશાંતિ અને અસ્વસ્થતા અનુભવે છે. આ પ્રાથના કોઈ સુખ કે સંપત્તિ, સફળતા, ખ્યાતિ મેળવવ માટે નથી કે પછી તે સ્વર્ગની પ્રાપ્તિ માટેની પ્રાર્થના પણ નથી. પરંતુ મનની શાંતિ અને સ્વાથ્ય માટેની છે. આ પ્રાથના એક વૈદિક પ્રાર્થના છે અને તેને યજુર્વેદમાંથી લેવામાં આવી છે.