Chaye Wala News

Fastest short news update

લોકડાઉનના સમયમાં વૃદ્ધાશ્રમ થવાનું હતું બંધ, પોલીસે લીધું દત્તક

દેશમાં ચાલી રહેલા કોરોના વાયરસ ના લીધે ભારતીય પોલીસના ઘણાં પ્રકારના રૂપ જોવા મળી રહ્યા છે જેવો જ એક કિસ્સો દહેરાદૂન પોલીસ નો સેમ આવ્યો છે. તાજેતર માં જ દહેરાદૂન પોલીસ દ્વારા કરવામાં આવેલું એક કામ ખૂબ ચર્ચા માં આવ્યું છે.લોકડાઉનના સમય માં દૂન પોલીસ એક વૃદ્ધાશ્રમને દત્તક લીધું છે, આ વૃદ્ધાશ્રમ બંધ થવાની તૈયારી માં હતું દૂન પોલીસ આ વૃદ્ધાશ્રમને લોકડાઉન પછી પણ ચલાવશે આ જાણી ને વૃદ્ધાશ્રમના લોકો ને ખુબ આશ્વાસન મળ્યું હતું.

1984 માં પ્રેમનગરમાં ગ્રામ મહિલા કલ્યાણ સંસ્થાના નામ પર આ વૃદ્ધાશ્રમની(સાઈ વૃદ્ધાશ્રમ) શરૂઆત થઇ હતી. સરકાર દ્વારા 2004 સુધી જ વૃદ્ધાશ્રમને સહાય મળી હતી પછી સરકાર દ્વારા તે સહાય બંધ થઇ ગઈ અને વૃદ્ધાશ્રમને ચાલવા ના ખર્ચ ના અભાવના કારણે વૃદ્ધાશ્રમ બંધ થવાની તૈયારી પર આવી ગયું હતું તેવામાં પ્રેમલતા રાવત નામ ની મહિલાએ આગળ આવી ને સ્વ ખર્ચે આ વૃદ્ધાશ્રમને ચલાવ્યું પરંતુ લોકડાઉનના થોડા દિવસ પહેલા જ તેમનું મૃત્યુ થતા વૃદ્ધાશ્રમ ફરી થી મુશ્કેલી માં મુકાઈ ગયો હતો.

લોકડાઉનના સમયમાં વૃદ્ધાશ્રમ ના વૃદ્ધો પાસે આશ્રમ તો હતું પણ ખાવા-પીવા નો કોઈ પણ જાત ની વ્યવસ્થા નહોતી આવા સમય માં દહેરાદૂન પોલીસ જે લોકડાઉનના સમયમાં જરૂરિયાત મંદની મદદ કરી રહ્યા હતા તેને આ વાત ની જાણ થતાંજ તેમની મદદ કરવા પોચી ગયા હતા. આ આશ્રમ માં 7 વૃદ્ધો રહે છે. પ્રેમનર ધર્મેન્દ્ર રૌતેલા અને તેમની ટીમ ને આ વાત ની જાણ થતાંજ આશ્રમ પહોંચ્યા હતા અને આશ્રમને દત્તક લઈ લીધું.હવે આ આશ્રમની સંપૂર્ણ જવાબદારી પ્રેમનગર પોલીસ સ્ટેશન સંભાળશે.

આ વૃદ્ધાશ્રમમાં આજે પણ 60થી 90 વર્ષની ઉમંર સુધીના 7 વૃદ્ધો રહે છે. પ્રેમલતા રાવતાના મૃત્યુ પછી તમને ઘણા બધા પ્રકાર ની મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા. આવાં માં દહેરાદૂન પોલીસ એ આગળ આવી ને તેમની ખાવા-પીવાની જવાબદારી સંભાળી હતી એ જોઈ ને ઘણા બધા લોકો તેમની મદદ માટે આગળ આવ્યા છે સિનર્જી હોસ્પિટલના ડૉક્ટર કમલકાંત ગર્ગ અને ડૉક્ટર જિતેન્દ્ર વર્માએ આજીવન તેમની દવાઓ અને સ્વાસ્થ્ય તપાસની જવાબદારી સંભાળી છે.