Chaye Wala News

Fastest short news update

ગુજરાતમાં પાન માવા ના ગલ્લા ખોલવા અંગે સરકારે કરી આ જાહેરાત

લોકડાઉન ના કારણે ગુજરાત તથા દેશભરમાં પાન માવા ના ગલ્લા તેમજ પાન-મસાલા- ગુટખા- તમાકુ , સિગરેટ ના વેચાણ બંધ છે. જોકે અંદરખાને વેચાઈ રહી છે.તેવામાં લોકડાઉન -૦૩ માં અમુક રાહતો નું એલાન કરવામાં આવ્યું છે.

લોકડાઉન ૦૩ માં કેન્દ્ર સરકાર ની જાહેરાત મુજબ ગ્રીન ઝોન વાળા વિસ્તાર માં પાનના ગલ્લા ખોલી શકાય તેમજ દારૂની દુકાન ખોલી શકાશે. પરંતુ અંતિમ નિર્ણય રાજ્ય સરકાર નો રહેશે કે કેન્દ્ર સરકાર ની જાહેરાત પાર અમલ કરવો કે નહિ.

ગુજરાતના પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા એવી જાહેરાત કરવામાં આવી કે કેન્દ્ર સરકારના સૂચનો અને આદેશમાંથી રાજ્ય સરકાર દ્વારા એવો સપષ્ટ નિર્ણય લેવામાં આવ્યો છે કે હાલ ગુજરાત માં જાય સુધી લોકડાઉન છે તયાં સુધી કોઇપણ સ્થળે કોઇપણ પ્રકારના પાન માવા ના ગલ્લા ખોલવા દેવાની મંજૂરી આપશે નહિ.

કેન્દ્ર સરકાર ના આદેશ પ્રમાણે ગ્રીન ઝોનમાં પાન-માવા ના ગલ્લા ખોલવાની વાત થઇ હતી. ગુજરાત માં સૌરાષ્ટ્રમાં ઘણાં જિલ્લા ગ્રીન ઝોનમાં માં છે ત્યાં પાન-માવા ના ગલ્લા ખુલી જશે તેવી લોકો ને અટકળો હતી પણ આ અટકળો ને સમાપ્તિ આપતા ડીજીપી એ જ સ્પષ્ટ જણાવી દીધું કે ગુજરાત માં જાય સુધી લોકડાઉન હટશે નહિ ત્યાં સુધી પાન-માવા ના ગલ્લા ખુલશે નહિ લોકડાઉન પૂરું થશે થાય સુધી રાહ જોવી પડશે.

સાથે સાથે રાજ્યના મુખ્ય સચિવ અશ્વિની કુમારે પણ આ અંગે જાહેરાત કરતા કહ્યું કે , રાજ્યમાં બે અઠવાડિયા સુધી પાન-માવા ના ગલ્લા ની દુકાનો સદંતર બંધ રહેશે. કોઈ પણ જોન માં પાન-માવા ના ગલ્લા ખુલશે નહિ. વધુ માં જણાવતા કહ્યું કે ગુજરાત માં છ મહાનગરપાલિકા વિસ્તારોને બાદ કરતા ઉદ્યોગો ચાલુ કરી શકાશે પરંતુ દરેક લોકો ને દરેક ઝોનમાં સાંજે 7 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી ઘરમાં જ રહેવું પડશે તેમ પણ જણાવ્યું છે.