Chaye Wala News

Fastest short news update

ઓસ્ટ્રેલિયાના રાજદૂતે PM મોદીને ને ગણાવ્યા સદીના સૌથી મહાન નેતા

ચીનમાંથી આખા વિશ્વમાં ફેલાઈ રહેલા કોરોના વાયરસનું સંક્રમણ ખુબ જ ઝડપથી વધી રહ્યું છે. આ વાયરસ એટલો બધો ઘાતક છે કે આ વાત નું અનુમાન આપડે એના પર થી લગાવી શકીયે કે વિશ્વ ના મોટા મોટા શક્તીશાળી દેશો તેની સામે ઘૂંટણીયે પડ્યા છે અને સાથે સાથે આપડો દેશ ભારત પણ સતત કોરોનાની જંગ લડી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ન માત્ર ભારત દેશને કોરોનાથી મુક્ત કરવામાંગે છે, પરંતુ ભારત સિવાય ના બીજા રાષ્ટ્ર ને પણ કોરોના સામે મદદ રૂપ થઇ રહ્યા છે.

માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોના વાયરસનું સંક્રમણ ની ચેન તોડવા માટે સમય પહેલા જ લોકડાઉનની જાહેરાત કરી અને કોરોના યોદ્વાઓનો મનોબળ વધારવા અને તેમને પ્રોત્સાહિત કરવા જે રીત ના કર્યો કર્યા છે. તેની નોંધ વિશ્વના બધા દેશોએ લીધી છે. ઓસ્ટ્રેલિયાના દૂત બેરી ઓ ફ્રેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સદીના સૌથી મહાન નેતા તરીકે ગણાવ્યા.

એક અહેવાલ મુજબ, બેરી ઓ ફ્રેલે એના એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુપર હ્યુમન જેવા છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ભારત દેશ માટે કોરોના સામે ની લડાઈ લડી રહ્યાં છે, એ ખુબ પ્રશંસનીય છે. વિશ્વમાં જનસંખ્યામાં ભારત દેશ વિશ્વનો બીજા નંબર નો સૌથી મોટો દેશ છે અને નરેન્દ્ર મોદી તે દેશ ના વડાપ્રધાન છે અને તો પણ આવા સમય માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજા દેશોના નેતાઓનો સંપર્ક કરવા માટે સમય કાઢે છે, અને આ ખુબજ પ્રશંસનીય વાત છે. ડીડી ઈન્ડિયાના વરિષ્ઠ પરામર્શ સંપાદક રમેશ રામચંદ્રને, ટ્વીટર પર ઓસ્ટ્રેલિયાના ઉચ્ચાયુક્ત બેરી ઓ ફ્રેલનો એક વીડિયો શેર કર્યો છે.

આ વિડિઓ માં બેરી ઓ ફ્રેલે જાણકારી આપતા કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓસ્ટ્રેલિયાઈ વડાપ્રધાન મોરિસન સાથે કોરોનાને લઇ ને ચર્ચા કરી હતી કે રિસર્ચ દ્વારા કોરોના વિરુદ્વ પરસ્પર સહયોગ કરવાની સહમતિ દર્શાવી છે અને ઓસ્ટ્રેલિયાના વિદ્યાર્થીઓ ની સલામતી નું આશ્વાસન આપ્યું હતું.