Chaye Wala News

Fastest short news update

રામાયણના વ્યૂઅર શિપનો રેકોર્ડ ખોટો છે જાણો કોને ઉઠાવ્યો તેના પર સવાલ

દેશ ભરમાં ચાલી રહેલા લોકડાઉં ના લીધે દૂરદર્શન માં ફરી એકવાર રામાયણ દર્શાવા માં આવી હતી અને જેના લીધે દીપિકા ચિખલિયા, અરૂણ ગોવિલ અને સુનીલ લહરી ફરી એકવાર ચર્ચામાં આવી રહ્યા છે. 80 ના દાયકા માં બનેલી રામાયણ સીરીયલ હાલ દેશ ભરમાં ખુબ જ પ્રચલિત છે દૂરદર્શન બાદ હવે કલર્સ એન્ડ સ્ટારપ્લસ માં પણ આ સિરિયલ પ્રસારિત કરવામાં આવી છે. દૂરદર્શને તેના ટ્વિટ્ટર પરના ફોલોઅર્સ ને 2 મે, 2020ના રોજ અભિવાદન આપતા કહ્યું કે ભારત ના તમામ દર્શકો ને અભિનંદન. રામાયણએ વિશ્વ રેકોર્ડ સ્થાપી દીધો છે અને દુનિયાનો સૌથી વધુ જોવાયેલો એન્ટરટેઈન્મેન્ટ પ્રોગ્રામ બની ગયો છે.

16 એપ્રિલ ના રોજ આ સીરીયલ કેટલા લોકો એ જોઈ તેનો આંકડો પણ શેર કર્યો છે ટ્વીટર દ્વારા જણાવા માં આવ્યું કે 16 એપ્રિલ ના રોજ આ એપિસોડ 7 કરોડ 70 લાખ કરતા વધુ લોકો એ જોયો છે અને તેની જ સાથે દુનિયાનો સૌથી વધારે જોવાયેલો શૉ ગેમ ઓફ થ્રોન્સનો પણ રેકોર્ડ તોડી નાંખ્યો છે પણ લાઈવ મિન્ટ ના રિપોર્ટ અનુસાર આ વાત ખોટી છે તેવું જાણવા માં આવ્યું છે દૂરદર્શન દ્વારા કરવામાં આવેલી ટ્વિટ અનુસાર તેનો દાવો ખોટો છે જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે રામાયણ દુનિયાનો સૌથી વધારે જોવાયેલો શૉ છે.

એક રિપોર્ટ અનુસાર રામાયણ કરતા પણ વધારે વ્યુ અમેરિકન સીરિઝ MASH ના થયા છે આ એપિસોડ 10 કરોડ 60 લાખ કરતા પણ વધારે લોકો એ જોયો છે. અમેરિકા માં MASH નો આ એપિસોડ 28 ફેબ્રુઆરી, 1983ના રોજ પ્રસારિત કરવામાં આવ્યો હતો પરંતુ આ દાવા પર હજુ સુધી દૂરદર્શન તરફ થી કોઈ જાણકારી મળી નથી.