Chaye Wala News

Fastest short news update

ગૃહમંત્રી અમિત શાહને ગુજરાતના CM વિજય રૂપાણીએ લેટર લખીને કરી આ વિનંતી

ગૃહમંત્રી અમિત શાહને ગુજરાત ના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદમાં આવેલી સિવિલ હોસ્પિટલ માં 1200 બેડની કોવિડ-19 હોસ્પિટલમાં હાલ કોરોના વાયરસના સંક્રમણ ના લીધે સારવાર લઇ રહેલા કોરોના સંક્રમિત લોકો ની અને તેની સારવાર કરી રહેલા તબીબો-મેડિકલ ટીમને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે ભારતના ખ્યાતનામ શ્રેષ્ઠ ત્રણ તબીબોને હોસ્પિટલ વિઝિટ માટે અંગેની વાતચીત કરી હતી. વિજય રૂપાણીએ આ અંગે ની ચર્ચા ગૃહમંત્રી અમિત શાહ સાથે ફોન દ્વારા કરી હતી.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જે ત્રણ શ્રેષ્ઠ તબીબો ની વાત કરી હતી તેની કોરોના અંગેની સારવાર સંશોધનની મહત્વપૂર્ણ સંસ્થા આઇ.સી.એમ.આર.માં ખુબ મહત્વનો ભાગ છે. એઇમ્સ નવી દિલ્હીના જેઓ સિનિયર ડાયરેકટર છે તેવા ડૉ. રણદીપ ગુલેરિયા, દિલ્હીની એપોલો હોસ્પિટલના ડૉ. રાજેશ ચાવલા અને મુંબઇના લીડીંગ પલમેનોલોજીસ્ટ ડૉ. રોહિત પંડિતને અમદાવાદ ની સિવિલ હોસ્પિટલ જે હાલ 1200 બેડની કોવિડ-19 માં ફેરવવામાં આવી છે અને તેમાં સેવા કરતા મેડિકલ સ્ટાફ ને જરૂરી માર્ગદર્શન આપવામાં મદદરૂપ થઇ તેના માટે સ્પેશ્યલ વિઝીટ ની અપીલ કરી હતી.

મુખ્યમંત્રીએ આ તબીબ ની વિઝિટ ની અપીલ એટલા માટે કરી હતી કે અમદાવાદ માં કોરોના વાયરસ નું સંક્ર્મણ દિવસે ને દિવસે વધતું જ જાય છે તેવામાં આ શ્રેષ્ઠ તબીબોનું ઝિણવટભર્યુ માર્ગદર્શન થી સારવાર લઇ રહેલા દર્દીઓ ઝડપથી સાજા થઇ પોતાના ઘરે જઇ શકશે, રિકવરી રેટમાં વધારો થાય અને મૃત્યુ-દર પણ ઘટાડી શકાય તે કારણે રાજ્ય સરકાર એ આ તબીબ ની વિઝિટ ની અપીલ કરી છે.

મુખ્યમંત્રી સહીત, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને કોવિડ-19ના રાજ્યસ્તરના વિશેષ સંકલન માટે અધિકારી સચિવ પંકજકુમાર, આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિ સહિતના વરિષ્ઠ અધિકારીઓ સાથે અમદાવાદ ની 1200 બેડ ની કવિડ -19 હોસ્પિટલ ની મુલાકાત લઇ ને ત્યાંની વ્યવસ્થા અંગેનું નિરીક્ષણ કર્યું હતું અને સંક્રમણને કઈ રીતે અકટાવું તેની ચર્ચા પણ કરી હતી.