Chaye Wala News

Fastest short news update

કોંગ્રેસ પાર્ટી ના અધ્યક્ષ સોનિયા ગાંધી દેશભરના મજૂરોની ટ્રેન ટીકીટનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવશે

લોકડાઉન નો ત્રીજો તબક્કો 4 મે થી ચાલુ થઇ ગયો છે. લોકડાઉનની સૌથી ખરાબ પરપ્રાંતીય મજૂર વર્ગ પર પડી છે. પરપ્રાંતીય મજૂરો જે અલગ અલગ શહેરોમાં જીવન જુગાર માટે કામ કરી રહ્યા હતા તે હવે લોકડાઉન ના લીધે તયાંજ ફસાયેલા છે અને હવે પોતપોતાના ગામડે -વતન જવાની રાહ જોઈ રહ્યા છે. રાજ્ય સરકારે શરૂઆતમાં આ મજૂરો માટે બસ સેવા ચાલુ કરી હતી અને હવે કેન્દ્ર સરકારે તેમને પરત પાછા મોકલવા શ્રમિક ટ્રેન શરુ કરી છે પરંતુ તેમાં પણ એક તકલીફ છે.

જે રાજ્યોથી ટ્રેન ઉપાડવાની છે એ રાજ્ય સરકારે રેલ્વે મંત્રાલયને મુસાફરોની સંખ્યા જણાવશે , ટ્રેન માટે ની સંખ્યા ૧૨૦૦ (૯૦ ટકા) હોવી જોઈએ અને સંખ્યા ના આધારે જે જગ્યાએ જવાનું હશે, રેલ્વે મંત્રાલય ત્યાં માટે ટીકીટ જાહેર કરશે અને રાજ્ય સરકાર ને આપશે, સરકાર સ્થાનિક અધિકારીઓ ને આપશે , અને સ્થાનિક અધિકારીઓ મુસાફરોને ટીકીટ આપશે.તેમના પાસેથી પૈસા ભેગા કરશે અને રેલવેને પણ આપશે.

મજૂરો પાસેથી ટ્રેનનું ભાડું વસૂલવામાં આવશે જેને કારણે કોંગ્રેસના અધ્યક્ષા સોનિયા ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું કે આવા સમય માં મજૂરો વર્ગ પાસે થી ભાડું વસૂલવું હિતાવહ નથી અને તેની સાથે જ મોટું એલાન કરી દીધું.

કોંગ્રેસે એવો નિર્ણય લીધો કારણ કે મજૂરો આપણી અર્થવ્યવસ્થાનું મૂળ કારણ છે તેમની મહેનતથી જ આપણા દેશની નીવ મંડાયેલી છે એટલે આવા સમય માં કોંગ્રેસ પાર્ટી તેમની સાથે ખભે ખભો મિલાવીને ઉભી છે. રાજ્યની પ્રદેશ કોંગ્રેસ કમિટી પોતાના રાજ્યના પ્રવાસી મજૂરોની યાત્રાનો ખર્ચો ઉઠાવશે.

આ મુદ્દાને સોનિયા ગાંધીએ કેન્દ્ર સરકારને ટાંચ માં લઇ ને કહ્યું.

” આ મુદ્દે સરકારની જવાબદારી શું છે ? અનેક પરપ્રાંતીય મજૂરો દેશના અલગ-અલગ વિસ્તાર માં ફસાયેલા છે અને પોતાના વતન પરત ફરવા માંગે છે પરંતુ તેમની પાસે પૈસા પણ નથી એન્ડ મફત યાત્રા કરવાની સુવિધા પણ નથી દેખીતી રીતે કેન્દ્ર સરકાર અને રેલ મંત્રાલય મજૂરો વર્ગને હેરાન કરવાની વાત છે.”

ગુજરાત ના કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જિલ્લા કોંગ્રેસ સમિતિથી ટિકિટ ના પૈસા લેવા માટે મજૂરો ને જણાવી દીધું છે આ ઉપરાંત આણંદ જિલ્લા માં ભરતસિંહ સોલંકીએ પણ ટિકિટ ના પૈસા લેવા માટે કાર્યાલયનું એડ્રેસ જાહેર કરી દીધું છે.