Chaye Wala News

Fastest short news update

RBI એ ચોકસી, રામદેવ, માલ્યા સહિત 68,000 હજાર કરોડની લોન માફ કરી

ભારતીય રિઝર્વ બેંક દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે તેને ટોચના ૫૦ ઉદ્યાયોગપતિનું ૬૮,૬૦૭ કરોડ રૂપિયાનું દેવું માફ કર્યું છે અને તેમાં ભાગી છૂટેલા હીરા કારોબારી મેહુલ ચોક્સીનું નામ પણ સામેલ છે. આર.ટી.આઈ ના એક કર્મચારી દ્વારા આ જાણકારી સામે આવી. આર.ટી.આઈ. પ્રમુખ સાકેત ગોખલેએ ૧૬ ફેબ્રુઆરી સુધી ની ૫૦ મુખ્ય વિલફુલ ડીફોલ્ટર્સ (જાણીજોઈને દેવું ના ચૂકવનારા) અંગે માહિતી માટે એક આર.ટી.આઈ. દાખલ કરી હતી.

નાણામંત્રી નિર્મલા સીતારમણ અને નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે સંસદ ના છેલ્લા સત્રમાં ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૦ એ પુછાયે

લા આ તારાંકિત સવાલ નો જવાબ આપવાની ના પડી દીધી હતી જેના કારણે સાકેત ગોખલેએ આર.ટી.આઈ દાખલ કરી.

આર.બી.આઈ.ના કેન્દ્રીય સાર્વજનિક સુચના અધિકારી અભય કુમારે 24 એપ્રિલે ખુલાસો કરતા જણાવ્યું કે આર.બી.આઈ. એ આ રકમમાં (૬૮,૬૦૭ કરોડ રૂપિયા) બાકી લેણા સામેલ છે, અને આ બધી રકમને ૩૦ સપ્ટેમ્બર, ૨૦૧૯ સુધી માફ કરી દેવામાં આવ્યું છે.

સાકેત ગોખલેએ વધુ માં જણાવ્યું કે રિઝર્વ બેન્કે સુપ્રીમ કોર્ટના ૧૬ ડીસેમ્બર, ૨૦૧૫ ના એક આદેશ નું ઉલ્લંઘન કરતા વિદેશી દેવાદારો ની લિસ્ટ આપવાની ના પડી દીધી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર ૫૦ મુખ્ય ડીફોલ્ટર્સની આ યાદીમાં
મેહુલ ચોકસી નું નામ સૌથી પેહલા છે જેમાં તેની કંપની ગીતાંજલિ જેમ્સ લિમિટેડ ટોપ પર છે. જેના ઉપર ૫૪૯૨ કરોડ રૂપિયાનું લેણું છે. તેના નામ ની બીજી અન્ય કંપનીઓ જેવી કે ગીલી ઇન્ડિયા લિમિટેડ (૧૪૪૭ કરોડ રૂપિયા), નક્ષત્ર બ્રાન્ડ્સ લિમિટેડ (૧૧૦૯ કરોડ રૂપિયા) નું લેણું છે.

હાલ માં મેહુલ ચોકસી એન્ટીગુઆ એન્ડ બારબાડોસ આઈલેન્ડના નાગરિકત્વ ધરાવે છે. ડાયમંડ વેપારી નિરવ મોદી જે સંભંધ માં તો મેહુલ ચોકસી નો ભત્રીજો થઇ છે હાલ તે લંડનમાં છે.

આ લિસ્ટ માં બીજા ક્રમ માં આર.ઈ.આઈ. એગ્રો લિમિટેડ છે, જેના પર ૪૩૧૪ કરોડ રૂપિયાનું લેણું છે આ કંપની માં વહીવટ કરતા નિર્દેશક સંદીપ ઝુનઝુનવાલા અને સંજય ઝુનઝુનવાલા છેલ્લા એક વર્ષ કરતા પણ વધારે સમયથી ઈડીની તપાસ હેઠળ છે.

આ લિસ્ટ માં તેના પછી નું નામ છે હીરા કારોબારી જતીન મહેતાની વિનસમ ડાયમંડસ એન્ડ જ્વેલરી કંપની નું તેના પર ૪૦૭૬ કરોડ રૂપિયાનું દેવું છે તેના આલગ આલગ બેંક એકાઉન્ટ ની CBI તપાસ કરી રહી છે.

કાનપુર ની રોટમેક ગ્લોબલ પ્રા.લિ. જેના પર ૨૮૫૦ કરોડ રૂપિયાનું દેવું છે વિખ્યાત કોઠારી ગ્રુપનો તેમાં હિસ્સો છે.

અન્ય યાદી માં કુદોસ કેમી પંજાબ, બાબા રામદેવ અને બાલકૃષ્ણ ગ્રુપની કંપની રૂચી સોયા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ૨૨૧૨ કરોડ રૂપિયા નું દેવું છે અને ઝૂમ ડેવલપર્સ પ્રા. લિ., ગ્વાલિયર પર (૨૦૧૨ કરોડ રૂપિયા) દેવું છે.

આ લિસ્ટ માં ૧૮ કંપનીઓ એવી છે કે એક હજાર કરોડ સુધી નું લેણું છે ,જેમાં થી કેયલા કે પ્રસિદ્ધ નામ હરીશ આર. મહેતાની અમદાવાદ સ્થિત ફોરેવર પ્રેશિયસ જ્વેલરી એન્ડ ડાયમંડસ પ્રા. લિ. (૧૯૬૨ કરોડ રૂપિયા) અને ભાગેડુ દારૂના વેપારી વિજય માલ્યાની કંપની કિંગફિશર એરલાઈન્સ લિમિટેડ પણ છે.

એવી કંપની પણ છે જેનું એક હજાર કરોડ સુધીનું દેવું માફ છે, લિસ્ટ એવી 25 કંપનીઓ છે કે જેનું લેણું ૬૦૫ કરોડ રૂપિયાથી લઈને ૯૮૪ કરોડ રૂપિયા સુધી નું છે.

સાકેત ગોખલેએ વધુ માં જણાવ્યું કે આ બધી કંપનીઓ છેલ્લા કેટલાય સમય થી રાષ્ટ્રીયકૃત બેંકોને ચૂનો લગાવી રહી છે.તેમાંથી કેટલાક ફરાર છે કે તપાસ એજન્સીઓની કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે અને કેટલાક કેસોનો સામનો કરી રહ્યા છે.