Chaye Wala News

Fastest short news update

લોકડાઉન ના 40 દિવસ પૂરા, જાણો કઈ કઈ અને કેટલી છૂટ મળશે

કોરોના વાયરસ ના લોકડાઉન ના આજે સોમવારે 40 દિવસ પુરા થઇ ગયા છે અને આજ થી કોરોના વાયરસ ના લોકડાઉનો ત્રીજો તબ્બકો સારું થઇ ગયો છે જે 17 મે સુધી ચાલશે જેમાં અમુક નાની છુટ આપવા માં આવશે અને મોટા પ્રતિ બાંધો યથાવત ચાલુ જ રહેશે.

શુક્રવારે ગૃહ મંત્રાલય દ્વારા લીધેલા નિર્ણય પ્રમાણે આ વખતે બધા વિસ્તારને અલગ અલગ ઝોન પ્રમાણે છૂટ આપવા માં આવી છે જો તમે આવશ્યક જરૂરી કામ માટે બહાર જતા હોય તો સાંજ પેહલા ઘરે આવી જવું સાંજે 7 થી સવારે 7 વાગ્યા સુધી ફરજિયાત કોઈ પણ વ્યક્તિને બહાર જવાની મંજૂરી આપવા આવી નથી.

ગુજરાત રાજ્ય માં સતત કોરોના ના કેસ માં વધારો થઇ રહ્યો છે તેવા માં આજે વધુ નવા પોઝિટિવ કેસ નોંધના છે જેની યાદી આ મુજબ છે.બનાસકાંઠા માં નવા ત્રણ પોઝિટિવ કેસ આવ્યા તેની સાથે કલોલ નજીકના વડસર એરફોર્સ સ્ટેશનમાં એક જવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. ભાવનગરમાં આજે નવા 17 કેસ નોંધાણાં જેની સાથે ગુજરાત રાજ્યમાં કુલ 5449 કેસ થઇ ગયા અને કુલ મૃત્યુ આંક ની સંખ્યા 290 થઇ ગઈ છે તેની સાથે 1042 લોકો રિકવરી થઇ ને સાજા પરત ફર્યા છે.

19 એપ્રિલે 367
29 એપ્રિલે, 308
30 એપ્રિલે 313
1 મેના રોજ 326
2 મેના રોજ 333

પોઝિટિવ કેસ નોંધના છે તેની સાથે સતત 5 માં દિવસે 300 પોઝિટિવ કેસ નોંધાણાં।. રાજ્ય માં આજે ગ્રીન-ઝોન અને ઓરેન્જ-જોન માં અમુક છૂટછાટ સાથે કોરોના વાઇરસ નો લોકડાઉન નો ત્રીજો તબકો શરૂ.

ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટીટ્યૂટ(GCRI)ના ડાયરેક્ટર ડૉ.શશાંક પંડ્યા ને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા કારણકે સ્ટાફના 8થી વધુ સભ્યો ને પોઝિટિવ કેસ હોવા છતાં ડૉ.શશાંક પંડ્યા તેમના માટે સારવાર ની કોઈપણ વ્યવસ્થા કરી શક્યા નહિ તે કારણો થી તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા.