Chaye Wala News

Fastest short news update

અમદાવાદમાં પોલીસ જ બુટલેગર બની જાણો વધુ વિગત માટે

ગુજરાત જેવા ડ્રાય સ્ટેટમાં જ્યાં દારૂ બંધી હોવા છતાં છુપી રીતે બુટલેગરોનો ધંધો ચાલે છે પરંતુ સમગ્ર દેશ માં લોકડાઉન ના કારણે ગુજરાત જેવા રાજ્ય માં બુટલેગરોનો ધંધો સદંતર બંધ થઇ ગયો છે તેવી સ્તીથી માં ખુદ પોલીસકર્મીઓ બુટલેગર બની ગયા છે. અમદવાદ ના કઠવાડાના રાજુ નામના વ્યક્તિ સાથે નિકોલ પોલીસ સ્ટેશનના બે કર્મચારીઓ મળી ને 12 બીયરની બોટલો મંગાવી હતી.ઓઢવ પોલીસ અને ઝોન 5 સ્ક્વોડની ટીમે SUV કાર ક્રેટામાં બીયર લઈને આવતા હેડક્વાર્ટરના પોલીસકર્મી હિતેશ પટેલને પકડી પડ્યો હતો હતો.

પોલીસને પહેલાથી જ ત્રણેય કર્મિયો પાર શંકા

વધુ માં જણાવતા ઝોન 5 ડીસીપી રવિ તેજાએ કહ્યું કે અમને આગવું પણ આ ત્રણ કર્મચારી ઉપર દારૂની હેરાફેરી અને બુટલેગરો સાથે સંડોવણી હોવાની શંકા હતી ગઈ કાલે બાતમી ના આધારે હિતેશની ધરપકડ કરી ને આ પોલીસકર્મીઓ ને સસ્પેન્ડ કરવા માટે પોલીસ કમિશનર ને રજૂઆત કરાઈ.

સામાન્ય દિવસોમાં માં તો બુટલેગરો પોલીસથી છુપી રીતે દારૂની હેરાફેરી કરતા જ હોય છે.પરંતુ હવે લોકડાઉન ના સમયગાળા માં પોલીસકર્મીઓ એ પણ દારૂ ની હેરાફેરી શરૂ કરી દીધી છે. ઓઢવ પોલીસ અને ઝોન 5 સ્કવોડની ટીમને બાતમી ના આધારે માહિતી મળી હતી કે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હિતેશ પટેલ અને હાલમાં નિકોલમાં જ ફરજ બજાવતા યુવરાજસિંહ રાઠોડ, રણજીતસિંહ પાવરા કઠવાડાના રાજુ નામના વ્યક્તિ સાથે મળી ને દારૂ હેરાફેરી શરૂ કરી છે. ઓઢવ રિંગ રોડ ઉપર મોડી રાતે બંને ટીમોએ વોચ ગોઠવી હિતેશ પટેલ ક્રેટા કાર આવતા હતા તેને રોકવાનો પ્રયાશ કર્યો હતો પણ પરંતુ હિતેશ પટેલએ ગાડી ઉભી નહિ રાખતા છેવટે પોલીસે તેમનો પીછો કર્યો હતો.

212 બીયરની બોટલ નો જથ્થો દહેગામ થી લાવવામાં આવી હતી

પોલીસે થી ભાગી છૂટવાના પ્રયાસમાં હિતેશ પટેલ જે ખુદ પોલીસકર્મી તેની ક્રેટા કાર કઠવાડા રોડ પર નીચે ઉતરીગઈ હતી પોલીસે તેની પકડી પૂછતાછ કરતા જાણવા મળ્યું હતું કે 212 બીયરની બોટલ નો જથ્થો દહેગામથી લાવ્યો હતો.