Chaye Wala News

Fastest short news update

ભારતીય વાયુસેના દ્વારા એશિયા ની સૌથી મોટી અમદાવાદની સિવિલ હોસ્પિટલ પર પુષ્પવર્ષા

આજે સવાર ના રોજ ભારતીય વાયુસેના દ્વારા એશિયા ની સૌથી મોટી અમદાવાદની સિવિલ હોસ્પિટલ અને એસ.વી.પી હોસ્પિટલ ઉપર પુષ્પવર્ષા કરી ને કોરોના વોરિયર્સ ની સેવાને અભિવાદન આપ્યું હતું. ઉપર થી પુષ્પવર્ષા થઇ રહી હતી અને નીચે થી સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાં હમારા…ની ધૂન વાગતી હતી અને 11.25 વાગે ફાઈટર પ્લેઇન વિધાનસભા પરથી પસાર થયું.

1200 બેડ ની અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સારવાર થઇ રહી છે અને તેની સારવાર માટે તબીબો, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ અને સેવકો છેલ્લા કેટલાય દિવસોથી નિસ્વાર્થ ભાવે કામ કરી રહિયા છે. તેમના આ કામ ને સમ્માન આપવા ભારતીય વાયુ સેનાએ દ્વારા આજે અમદાવાદની સિવિલ હોસ્પિટલ પર પુષ્પ વર્ષા કરવા માં આવી હતી અને તેમના જુસ્સા ને બુલંદ બનાવ્યો હતો.

ભારતીય વાયુ સેના ના બેન્ડ દ્વારા સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારાની ધૂન સાથે પુષ્પવર્ષા દ્વારા કોરોના વોરિયર્સને ને સલામી આપવામાં આવી હતી.

રાજ્ય સરકારે અમદાવાદ એરપોર્ટ ઓથોરિટીને સવારે 10-12 વાગ્યા ના સમય ગાળા માં 50 કમ ના અંતર માં ડ્રોન નહિ ઉડાડવાની સૂચના આપી હતી.

-અમદાવાદ ના જાણવા જેવા સમાચાર

અમદાવાદ માં શનિવાર ના રોજ 250 પોઝિટિવ કેસ નોંધાયા હતા અને 20 દર્દી મોત થયા છે. શહેર માં અત્યાર સુધી માં 3,543 કેસ નોંધાયા છે અને 185 દર્દીઓ ના મૃત્યુ થયા છે.
અમદાવાદ મ્યુનિસિપલ તંત્ર ના કામીસ્નાર કમિશનર વિજય નેહરાએ જણાવ્યું કે,મણિનગર અને ગોમતીપુરને કન્ટેઈનમેન્ટ જાહેર કરવામાં આવે છે અને શહેર માં અત્યાર સુધી માં 10 વિસ્તાર ને કન્ટેઈનમેન્ટ જાહેર કરવામાં આવ્યા છે. આ તમામ 10 વિસ્તાર માં 10 અધિકારી ની નિમણુંક કરવામાં આવી છે. કેન્દ્ર સરકારની સૂચના મુજબ સવારના 7 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી જરૂરી હોય તોજ ઘર ની બહાર નીકળવું અને સાંજના 7 વાગ્યાથી સવારના 7 વાગ્યા સુધી બહાર નીકળવાનું નથી.

અમદાવાદ માં અત્યાર સુધીમાં 10 લાખની વસ્તીએ 5028 કોરોના ટેસ્ટ થયા છે.

જો લોકો 100 ટકા 14 દિવસ લોકડાઉનનું નું પાલન કરે તો જ આ વાયરસ કાબુ માં આવશે .