Chaye Wala News

Fastest short news update

સુરતમાં સાત વર્ષના બાળકને વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો

સુરત મગદલ્લા વિસ્તાર માં 7 વરસના બાળકને વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો તેની સાથે સુરત માં કુલ ૬૭૦ પોઝિટિવ કેસ થઈ ચૂક્યા છે.સુરત મહાનગ પાલિકા જણાવ્યા અનુસાર કોરોનાવાયરસ ના દીધેલ ગઇકાલ સુધીમાં ૩૦ વ્યક્તિ ના મોત થયા છે વધુ માં જણાવતા કહ્યું કે ૧૬૭ કોરોનાવાયરસ ના દર્દી ઓને ગઈકાલ સુધી આપી દે આવી છે અને આજે નોંધાયેલા નવા 17 કેસોમાં સિવિલ હોસ્પિટલના સ્ટાફ નર્સ, વ્યંઢળ, ટાટા કન્સલટન્સી કંપનીના એન્જિનિયર તેમજ એક પરિવારના માતા-પુત્રનો સમાવેશ થયો છે.

સુરતમાં એક જ દિવસમાં 58 લોકોને ને રાજા અપાઈ

સુરતમાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેની સામે જંગ લડી રહેલા દર્દીઓ માં 2 મહિનાની બાળકી સહિત 58 લોકો ને શનિવાર ના રોજ રજા અપાઈ અને તેની સાથે સુરત જિલ્લા માં રિકવરી નો આંકડો 136 અને મોતનો આંકડો 30 પાર પોંચ્યો છે. મૃત્યુદર ની સામે રિકવરી ના આંકડા ની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે.

-સુરતમાં માથે ભારે લાલુ જાલીમ જન્મદિવસ ઉજવતા પકડાયો

સુરત અને સમગ્ર દેશમાં લોકડાઉન હોવા છતાં પણ લોકો તેમનું ચુસ્ત રીતે પાલન કરતા નથી તેમનું ઉદાહરણ સુરતમાં અમરોલી વિસ્તારમાં જોવા મળ્યું છે.અમરોલી વિસ્તારમાં માથાભારે અમિત ઉર્ફે લાલુ જાલીમ મહેન્દ્રસિંહ સાથે 15 લોકો એ તલવાર થી કેક કાપી ને જન્મદિવસ ની ઉજવણી કરી હતી. અમરોલી પોલીસે લાલુ જાલીમ સહીત 15 લોકો ને ધરપકડ કરી હતી અને કેક કાપવા વપરાયેલી તલવાર ને કબ્જે લીધી હતી.

-સુરતમાં વલ્લભાચાર્ય રોડ થી કાપોદ્રા ઉતરાયણ બ્રિજ સુધી ના વિસ્તારને એક લાખથી વધુ લોકોને ફરજીયાત હોમ ક્વોરન્ટીન કરાયા.

-સુરત ના ભેસ્તાન વિસ્તાર માં પણ 420 બિલ્ડીંગના તમામ રહીશોને ફરજીયાત હોમ ક્વોરન્ટીન કરાયા.

સુરત માં દિવસે ને દિવસે કોરોનનો કહેર વધતોજ જાય છે. સુરત ના કાપોદ્રા થી લય ને સરસ્વતિ સર્કલથી વલ્લભાચાર્ય મેઈન રોડ સુધી માં 1,07,755 લોકોને ક્લસ્ટર તરીકે જાહેર કરી બીજો હુકમ નો આવે થાય સુધી ફરજીયાત હોમમાં ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે પાલિકા કમિશનરે જાહેરનામું પણ જારી કરી દીધું છે.