Chaye Wala News

Fastest short news update

ગુજરાતમાં ક્યા ઝોન ને કેટલી છૂટ મળી છે.મુખ્યમંત્રી સાથે થશે આજે બેઠક જાણો વધુ વિગત માટે

લોકડાઉન માં સતત વધારો થઇ રાહોયો હોવા છતાં પણ ગુજરાત માં હાજી કોરોના ની સ્તીથી વધુ થી વધી ખરાબ થતી જાય છે. ગાંધીનગરમાં નવા સાત, ભાવનગરમાં 5, બોટાદમાં 3 અને બોપલમાં બે કેસ નોંધાયા છે અને રાજ્ય માં કુલ 4738 પોઝિટિવ કેસ નોંધાયા જેમાંથી 236 લોકો ના મૃત્યુ થયા છે જો કે અત્યાર સુધી માં 736 દર્દી સાજા થયા છે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમાર ના જણાવ્યા અનુસાર આજે મુખ્યમંત્રી સાથે ની બેઠક માં નક્કી કરવામાં આવશે કે કયા ઝોનને કેટલી છૂટછાટ મળશે એ બેઠક માં ચર્ચા વિચારણા કર્યા બાદ જાણવા માં આવશે. પરપ્રાંતીયોને તેમના પ્રાંતમાં પાછા મોકલવાની કામગીરી પણ શરૂ કરી દેવાય છે.
આ ઉપરાંત તેમની મેડિકલ ચેકઅપની વ્યવસ્થા કરવામાં આવી છે. મધ્યપ્રદેશ, રાજસ્થાનના ના શ્રમિકો ને બસ દ્વારા રવાના કરાયા છે. આ ઉપરાંત શ્રમિકો માટે અમદાવાદથી ટ્રેન આગ્રા માટે અને સુરતથી ટ્રેન ઓરિસ્સા માટે જશે શ્રમિકોએ ટિકિટ જાતે જ ખરીદવી પડશે.

આજ ની મહત્વપૂર્ણ ઘટનાઓ-

ગાંધીનગર ના તમામ ચેકપોસ્ટ પર કોરોના નું ચેકીંગ શરુ.

ગાંધીનગરમાં કોરોના ના વધતા જતા કેસોને કાબુમાં લેવા માટે ગાંધીનગરમાં તમામ 10 રસ્તાઓ ના ચેકપોસ્ટ પર કોવિડ ચેકપોસ્ટ શરૂ થવાની છે, જે આ મુજબ છે વૈષ્ણોદેવી સર્કલ, ઝુંડાલ સર્કલ ,તપોવન સર્કલ, ભાટ, મોટા ચીલોડા, કોબા સર્કલ, શાહપુર સર્કલ, સરગાસણ ચોકડી, ઉવારસદ ચોકડી, અને ઘ-7 માં આવતીકાલ સવારથી ચેકીંગ સારું થશે ગાંધીનગરમાં પ્રવેશતા તમામ લોકો નું ચેકીંગ થશે.

મહારાષ્ટ્ર ના ફસાયેલા 2 હજાર માછીમારોને વતન મોકલાયા

મહારાષ્ટ્રના 2 હજાર જેટલા માછીમારો દીવમાં ફસાયા હતા જેને આજ 10 બોટ દ્વારા વતન પાછા મોકલ્યા. બધા માછીમારો નું ચેકઅપ પણ કરવામાં આવ્યું અને તમામ બોટ ને સેનિટાઇઝ કરવામાં આવી.

મા વાત્સલ્ય અને મા અમૃતમ કાર્ડ દ્વારા કોરોનાનો ટેસ્ટ કરાવી શકશે.

ગુજરાત સ્થાપના દિવસે મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું કે ચાલુ મહિના માં એપીએલ-1ના 61 લાખ જેટલા પરિવારોને મફત અનાજ આપવા માં આવશે. વધુ માં જણાવતા કહ્યું કે મા વાત્સલ્ય અને મા અમૃતમ કાર્ડ ધારકો ને કોઇ ઓપરેશન કરાવવું હોય કે ડિલિવરીનો પ્રસંગ હોય ત્યારે તેમને કોરોનાનો ટેસ્ટ કરવાનો થશે તો તેનો ખર્ચ યોજના હેઠળ મળશે.રાજ્ય માં કુલ 77 લાખ પરિવાર ને તેનો લાભ મળશે.