Chaye Wala News

Fastest short news update

ચીન છુપાવે છે કોરોના વાયરસ ની હકીકત, શાંઘાઇના પ્રોફેસરે વાયરસ વિશે જણાવ્યું તો તેમની લેબ બંધ કરી દેવાઇ.

શુક્રવારે અમેરિકાએ એ ચીન સામે નારાજગી દાખવતા કહ્યું કે ચીને ન માત્ર સંક્રમણ સામે ખોટી રીતે કામગીરી જ નહિ પણ વાઇરસ અંગેની જાણકારી પણ છૂપાવી હતી. આ વાત વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેલે મેકએનાનીએ શુક્રવારે ડોનાલ્ડ ટ્રમ્પની ચીન સામે નારાજગી અંગેના સવાલ પર કહી હતી અને હું પણ આ વાત થી સહમત છું.

ચીન માં આવેલા શાંઘાઇ શહેર ના પ્રોફેસરે જાય સુધી વાયરસના જેનેટિક સિક્વન્સનો ખુલાસો નો કર્યો થાય સુધી ચીન એ કોઈ પણ જાણકારી આપી નહીં અને આ ખુલાસા ના બીજા જ દિવસે લેબ બંધ કરી દેવાઈ જેથી કરી ને ચીન તેના નિવેદન ને બદલી શકે. વધુ માં જણાવતા કેલે મેકએનાનીએ કહ્યું કે ચીનાએ આ વાઈરસ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાય છે તેની જાણકારી મોડી આપી. w.h.o ને પણ આ જાણકારી નહિ આપી. ઉપરાંત યોગ્ય સમયે અમેરિકાના નિષ્ણાંતોને વાઈરસ વિશે માહિતી મેળવવા માટે ત્યાં જવા ની પણ મંજૂરી નહીં આપી. આ કારણો થી આમે ચીન થી નારાજ છીએ.

મેકએનાનીએ કહ્યું કે હજી પણ અમને ચીન પાસેથી ખોટી માહિતી જ મળે છે. અમુક જાણકારો ના અનુસાર કોરોના વાયરસ ને ચીનની વુહાનની લેબ માં જ બનવામાં આવ્યો છે. ગુરુવારે રાષ્ટ્રપતિ ટ્રમ્પ એ જણાવ્યું હતું કે વાયરસનું વુહાન ઇન્સ્ટિટ્યુટ ઓફ બાયોલોજી સાથે કનેક્શન છે અને અમારી પાસે તેના પુરાવા પણ છે. એવી કોઈ જાણકારી નથી કે જે ચીન અમેરિકા સામે છુપાવી શકે અમને આશા હતી કે ચીન માં ફેલાઈ રહેલા વાયરસ વિષે અમને ઝડપથી જાણકારી મળે પણ એવું થયું નહિ. WHO ની વાત કરીયે તો હજી ઘણા એવા સવાલ છે જેના જવાબ હજી મળ્યા નથી જયારે અમેરિકા WHO દર વર્ષે 400 મિલિયન ડોલર (30 હજાર કરોડ રૂપિયા) ની સહાય કરે છે અને ચીન માત્ર 40 મિલિયન ડોલર (300 કરોડ રૂપિયા) ની સહાય કરે છે છતાં પણ WHO એ ચીન માટે પક્ષપાત કર્યો.