Chaye Wala News

Fastest short news update

ગ્રીન ઝોન માં લોકડાઉન ખુલશે જાણો કયા જિલ્લામાં રાહત મળશે.- chayewala

દેશ માં ૪૦ ટકા ઇકોનોમી સોમવારથી ચાલુ થાય તેવી શકયતા ૭૩૯ જીલ્લાઓમાંથી ૩૦૭માં રાહતો-છુટછાટ જાહેર થશે તેવી શકયતા ગ્રીન ઝોનમાં તમામ પ્રકારની દુકાનો ખોલી શકશે. કન્સ્ટ્રકશનને (બાંધ કામ ) પણ છુટ મળશે.બસ-ટેકસી-ઓટો પણ દોડી શકશે. જો કે લગ્નો, ધાર્મિક આયોજનો જેવા પ્રસંગો ઉપર છૂટ આપવા માં આવશે નહી. ગ્રીન ઝોનમાં નિયમો સાથે છૂટ છાટ આપવા માં આવશે રેડ ઝોન જેમ કે અમદાવાદ, સુરત, મુંબઇમાં કોઇ રાહત નહિ મળે.

પીએમ મોદીએ લોકડાઉનના પ્રથમ ચરણમાં ‘જાન હૈ તો જહાન હૈ’ નો મંત્ર આપ્યો હતો તો બીજા ચરણમાં ‘જાન ભી જહાન ભી’ મંત્ર આપ્યો હતો. બીજા તબક્કામાં જ ગ્રીન ઝોન અને ઓરેન્જ ઝોનમાં જરૂરી હોય તેવી સામાનની દુકાનોને ખોલવા અને ગ્રામીણ વિસ્તારોમાં વેપાર અને ઉદ્યોગો નિયમો સાથે ખોલવા પરવાનગી આપી હતી. હવે કેન્દ્ર સરકારે એવા સંકેત આપ્યા છે કે ૪ મે થી ગ્રીન ઝોન્સમાં છુટનો દાયરો વધારવામાં આવશે. જો કે લોકડાઉન બાદ પણ માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સ જાળવવું સામાન્ય જન જીવનનો હિસ્સો રહેશે.

દેશમાં કુલ ૭૩૯ જીલ્લા માંથી ૩૦૭માં હજુ પણ કોરોના ની અસર નથી . એટલે કે ૪૦ ટકા આવા અછુત જીલ્લા છે. આ જીલ્લા ગ્રીન ઝોનમાં છે. ૩ મે પછી આ બધા જીલ્લાઓમાં ફેકટરીઓ, દુકાનો, નાના-મોટા ઉદ્યોગો, ટ્રાન્સપોર્ટ અને અન્ય સેવાઓને નિયમો સાથે ખોલી શકાય તેમ છે. કેન્દ્ર સરકાર આજે અથવા કાલે જાહેરાત કરશે. પરંતુ અંતિમ નિર્ણયો રાજય સરકાર ઉપર રહેશે.

4 મે થી ગ્રીન ઝોન વિસ્તાર માં મોબાઇલ ફોન, ઇલેકટ્રીક, ઇલેકટ્રોનીક, હાર્ડવેર, રીપેરીંગની દુકાનો, કપડાની દુકાનો, રેસ્ટોરન્ટ, હેરકટીંગ સલુન જેવી સેવાઓ ખોલવાની છુટ આપશે.આ બધી દુકાનો માં ભીડ ની પરવાનગી નહિ અપાય સોશ્યલ ડીસ્ટન્સ ફરિજયાત જાણવું જ પડશે. પંજાબ સરકારે તો 14 હજી લોકડાઉન લંબાવી દીધું છે.

સ્વાસ્થ્ય મંત્રાલય ના નવા નિયમ અનુસાર જે જિલ્લામાં 21 દિવસ કે તેથી વધું ના સમય ગાળા માં જો કોઈ કોરોના પોઝિટિવ કેસ નહિ નોંધાય તો તેવા જિલ્લા ગ્રીન ઝોન માં આવશે.

દેશમાં 129 જિલ્લા હજી રેડ ઝોનમાં છે આ બધા જિલ્લા કોરોના વાયરસના હોટસ્પોટ માં છે. દિલ્હી રેડ ઝોનમાં છે સાથે સાથે મુંબઇ, અમદાવાદ, સુરત જેવા મોટા શહેરો માં લોકડાઉન ખુલે તેવી કોઈ શક્યતા નથી.