Chaye Wala News

Fastest short news update

સુરત ના અંજની ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના કારીગરોને વતન જવા માટે લક્ઝરી બસો ઉભી કરાઇ

અગ્રણી વિજય માંગુકિયાએ જણાવ્યું હતું કે અંજની અને તેની આસપાસના ઔદ્યોગિક વસાહતમાંના કારીગર વર્ગને વતન મોકલવા માટે લક્ઝરી બસની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વહેલી સવારે આમાંની કેટલીક બસો ઔદ્યોગિક વસાહત નજીક ગોઠવવામાં આવી હતી. આવી 6 બસની વ્યવસ્થા કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું.

સુરતમાં મોટી સંખ્યામાં પ્રવાસી પરપ્રાંતીયો ધંધા-રોજગાર અર્થે સ્થાયી થયાં છે લગભગ આ સંખ્યા 12 લાખ જેટલી હોવાનું માનવામાં આવે છે, જેમાં ના મોટા ભાગ ના ટેક્સટાઇલ ઉદ્યોગો અને અન્ય વ્યવસાય સાથે જોડાયેલા છે.ગઈકાલે સુરત શહેરના જુદા- જુદા વિસ્તારમાંથી સેંકડો લક્ઝરી બસ ઓરિસ્સા માટે રવાના કરવામાં આવી હતી. જેમાં સૌથી વધુ બસો સચિન જીઆઇડીસી ની હતી.

-સુરતમાં 85 વર્ષીય વૃદ્ધા કોરોનાના આપી માત

સમગ્ર વિશ્વમાં કોરોના વૃદ્ધો માટે ઘાતક છે તેવું માનવામાં આવે છે પણ સુરત ના 85 વર્ષીય વૃદ્ધાએ કોરોના માંથી સાજા થઇ ને વધુ ઉંમરના માટે કોરોના ઘાતક છે તે માન્યતા ખોટી પાડી છે.

સલાબતપુરા ધામલા વાડની જીવનની ચાલમાં રહેતા ધન ગૌરીબેન શાંતિલાલ રાણાને કોરોના નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. 13 એપ્રિલના રોજ નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

જોકે સિવિલ હોસ્પિટલમાં ત્યારપછી રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેમને સહી સલામત ઘરે પહોંચાડવા માં આવ્યા હતા.

કોરોનાને હરાવીને ઘરે પાછા પહોંચેલા ધન ગૌરીબેનને મહોલ્લાવાસીઓએ થાળી, ચમચી, શંખ અને નગારા વગાડીને તેમનું સ્વાગત કર્યું હતું .

-સુરત ના ક્લસ્ટર ઝોન કોસાડ આવાસમાં 7 જણા ગપ્પા મારતાં પકડ્યા

સુરતમાં રેડ ઝોન જાહેર કરવામાં આવેલા કોસાડ આવાસ માં લોકો ને ફરજીયાત ઘરમાં રહેવાનો આદેશ હોવા છતા ટોળું વળી ગપ્પા મારતા 7 લોકોને અમરેલી પોલિસી એ ઝડપી પડ્યા .

જેમના નામ નીચે મુજબ છે.

રંજન નંદ જૈના, રધુનાથ ત્રિનાથ બિસોઇ (બંન્ને રહે. રધુવીર સોસાયાટી, ક્રોસ રોડ, અમરોલી), કમલેશ વિજય ગૌડ, ઓમપ્રકાશ ઉમાશંકર પ્રજાપતિ, મનોજ મુન્નાલાલ પ્રજાપતિ, અજીતકુમાર સૂર્યનાથ ગૌડ (તમામ રહે. કોસાડ આવાસ, અમરોલી) અને સંતોષ નિરંજન નાયક (રહે. સત્તાધાર સોસાયટી, અમરોલી-કોસાડ રોડ) ને પકડી તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.