Chaye Wala News

Fastest short news update

દેશના 130 જિલ્લાઓ સહીત ગુજરાતના 9 જિલ્લાઓ રેડઝોન જાહેર કરાયા લોકડાઉન હટશે કે નહીં જાણો.

દેશભરમાં કોરોના વાયરસની મહામારી થી હાહાકાર મચાવ્યો છે. ત્યારે દેશના જુદા જુદા જિલ્લાઓ ને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા ત્રણ ઝોનમાં વહેંચવા માં આવ્યા છે. રેડઝોન, ઓરેન્જ ઝોન અને ગ્રીન ઝોન. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા નિયમો અનુસાર જો રેડઝોન કે ઓરેન્જ ઝોન માં 21 દિવસ સુધી કોરોના વાયરસનો કોઈ નવો કેસ ન આવે તો તે ગ્રીન ઝોનમાં આવી જશે પેહલા આ નિયમ 28 દિવસ નો હતો.

3 મે ના લોકડાઉન સમાપ્ત થયા પછી 130 જિલ્લાઓને રેડ ઝોન, 284 જિલ્લાઓ ઓરેંજ ઝોન અને 319 જિલ્લાઓને ગ્રીન ઝોનમાં રાખવા માં આવ્યા છે. રેડ ઝોન વાળા 130 જિલ્લાઓ માં 3 મે પછી પણ લોકડાઉન યથાવત રહશે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા વધુ માં જાણવા માં આવ્યું કે રિકવરી રેટ પણ વધ્યો છે.

ગુજરાતમાં કુલ 9 જિલ્લાઓને રેડ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જેની યાદી આ પ્રમાણે છે અમદાવાદ , સુરત , વડોદરા , આણંદ , બનાસકાંઠા , પંચમહાલ , ભાવનગર , ગાંધીનગર , અરવલ્લી. આ બધા જિલ્લાઓ માં કોરોના ના કેસ નું પ્રમાણ ખુબ વધારે છે તે થી 3 મે પછી આ જિલ્લા ખુલવાની કોઈ આ શંકા નથી.

ગુજરાતમાં ઓરેન્જ ઝોન ના જિલ્લાઓ ની યાદી આ પ્રમાણે છે રાજકોટ, ભરુચ ,બોટાદ, નર્મદા, છોટાઉદેપુર , મહીસાગર, મહેસાણા, પાટણ, ખેડા , વલસાડ, દાહોદ , કચ્છ, નવસારી, ગીર સોમનાથ, ડાંગ, સાબરકાંઠા, તાપી, જામનગર, સુરેન્દ્રનગર.

ગુજરાતમાં ગ્રીન ઝોનના જિલ્લાઓ ની યાદી આ પ્રમાણે છે. અમરેલી, મોરબી,પોરબંદર, જૂનાગઢ,દેવભૂમિ દ્વારકા નો સમાવેશ થાય છે. વધુ માહિત મુજબ ગ્રીન ઝોનના જિલ્લાઓ માં નિયમો સાથે છૂટ છાટ આપવા માં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી યાદી પ્રમાણે ગુજરાત માં 9 જિલ્લા રેડ ઝોનમાં, 19 જિલ્લા ઓરેન્જ ઝોનમાં અને 5 જિલ્લા ગ્રીન ઝોનમાં આવે છે. ગ્રીન ઝોનને ઓરેન્જ કરતા વધુ છૂટ છાટ મળશે.