Chaye Wala News

Fastest short news update

અમેરિકામાં મહામંદી ના સંકેત સાથે થવાની છે હાલત ખરાબ, આવી ભૂંડી હાલત થશે

 

કોરોના વાયરસથી વિશ્વમાં અત્યાર સુધીમાં 32,75,475 લોકોનાં મોત થયા છે. કોરોના વાયરસ ના લીધે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. યુ.એસ. જેવા વિશ્વ મહાસત્તામાં પરિસ્થિતિ વધુ ખરાબ થતી જાય છે.30 ટકાના ઘટાડા સાથે બીજા ક્વાર્ટરમાં અભૂતપૂર્વ ઘટાડો નોંધાયો છે. 1920-30 ના દાયકાના મહા હતાશાથી ભયંકર અરાજકતા પણ પેદા કરી શકે છે.

યુએસ અખબાર વોશિંગ્ટન પોસ્ટે ટ્રેઝરી અને ફેડરલ રિઝર્વ અધિકારી પોવેલને જણાવ્યું છે લોકોના ઘરો બહાર ન નીકળવાના કારણે અને દેશમાં ધંધો બંધ થતા યુએસ અર્થતંત્રનો બીજો ક્વાર્ટર ખુબજ ખરાબ સ્થિતિમાં આવી ગયો છે. વિશાળ અર્થતંત્ર ના કારણે આર્થિક અવ્યવસ્થાને લીધે તે વધુ સારું થવામાં ઘણા વર્ષોનો સમય લાગી શકે છે.

અમેરિકમાં પહેલાથી જ રોજગાર ગુમાવી 26 લાખથી લોકો રોજગાર ગુમાવી ચૂક્યા છે, પોવેલે કહ્યું કે, અમે બીજા ક્વાર્ટરમાં આર્થિક ડેટા જોશું, જે આપણે અર્થતંત્ર માટે જોયેલા કોઈપણ ડેટા કરતા ખરાબ છે. ઓક્સફર્ડ ઇકોનોમિક્સના વડા અમેરિકન નાણાકીય અર્થશાસ્ત્રી કેથી બોઝ્ઝનિકે જણાવ્યું હતું કે ટ્રમ્પ પ્રશાસનના વિલંબને કારણે અર્થવ્યવસ્થા વધુ ખરાબ બની છે. નોબેલથી નવાજાયેલા અર્થશાસ્ત્રી પૌલ રોમેરે કહ્યું, “બજારનો વિશ્વાસ જીતવા માટે સરકારે ઓછામાં ઓછું 100 અબજ ડોલર ખર્ચ કરવો પડશે, નહીં તો સ્થિતિ નિયંત્રણમાંથી બહાર હોવાનું જણાય છે.”

અમેરિકાના ન્યૂયોર્ક શહેર સામે હવે નવી સમસ્યા ઉભી થઇ છે વધતા જતા કોરોના કેસ સામે મૃત્યુ પામેલા લોકો ને દફન કરવાની સમસ્યા ઉભી થઈ છે.બ્રુકલિનમાં પોલીસ બોલાવવામાં આવી હતી ખરેખર ત્યાં શાનગૃહની બહાર ટ્રકમાં મોટી સંખ્યામાં લાશો બરફમાં રાખવામાં આવી છે અને તેમાં થી હવે ગંધ આવા લાગી છે પોલીસ અધિકારીઓ ના જણાવ્યા મુજબ મોટી સંખ્યા માં મૃતદેહોને એક મોટી રેફ્રિજરેટેડ ટ્રકમાં ખસેડવામાં આવી હતી.

વિશ્વમાં કોરોના કેસ ની તપાસ માં વધારો થતા દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તેની સાથે કોરોના કેસમાંથી રિકવરી પામનાર દર્દીઓની સંખ્યાના આંકડા વધી ને 10,17,051 થયા છે. એક અહેવાલ મુજબ કોરોના ચેપગ્રસ્ત લોકોમાંથી લગભગ 31 ટકા લોકો સાજા થયા છે અને 3 ટકા (54,919) ની હાલત ગંભીર છે.